બુટાલ ગામના સરપંચ ૩ હજારની લાંચ લેતા ઝડપાતા
Live TV
-
સાબરકાંઠા એસીબી ટીમે સફળ છટકું ગોઠવીને બુટાલના સરપંચ દીપક બુટાલાને 3 હજારની લાંચ લેતા ઝડપયો.
અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના બુટાલ ગામના સરપંચ ૩ હજારની લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી હતી. સાબરકાંઠા એસીબી ટીમ એ સફળ છટકું ગોઠવીને બુટાલના સરપંચ દીપક બુટાલાને 3 હજારની લાંચ લેતા ઝડપ્યા હતા. આ અંગેની વિગત પ્રમાણે ફરિયાદીએ ધનસુરાથી હરસોલ હાઈ વે રોડ ની બાજુમાં બુટાલ બસ સ્ટેન્ડ નજીક એક માસ અગાઉ જય ભૈરવનાથ નામ ની બે હાથ લારી તથા એક લોખંડના કેબીન થી હોટલ શરૂ કરી હતી. જેમાં આ કામના આરોપી સરપંચ એ હોટલ ચલાવવા માટે રૂ. ૩૦૦૦ ની માંગણી કરી હતી. ફરિયાદી એ ફરિયાદ કરતા સાબરકાંઠા એસીબીના ટ્રેપિંગ અધિકારી પોલીસઈન્સ્પેકટર, બી.જે.ચૌધરીએ ટીમ સાથે ટ્રેપનું આયોજન કર્યું હતું. ફરિયાદી પાસે થી આરોપી એ રૂ ૩૦૦૦- સ્વીકારતા ઝડપી પાડ્યા હતા.