પોરબંદરમાં ભારતીય તટરક્ષક દળમાં જહાજ સી-437ને સામેલ કરવામાં આવ્યું
Live TV
-
પશ્ચિમ ભારતનાં દરિયાકિનારાની સુરક્ષાને મજબૂત કરશે તથા ઘૂસણખોરી, દાણચોરી અને ગેરકાયદેસર માછીમારી જેવી અનુચિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે પેટ્રોલિંગ વધારવામાં પણ મદદરૂપ થશે.
ભારતીય તટરક્ષક દળમાં જહાજ સી-437 ને આજે પોરબંદરમાં સામેલ કરવામાં આવ્યું હતું. દરિયાકિનારાનું રક્ષણ કરવા તટરક્ષક દળે વિવિધ પ્રયાસો હાથ ધર્યા છે, જેનાં ભાગરૂપે આ જહાજને સામેલ કરવામાં આવ્યું છે.
તે પશ્ચિમ ભારતનાં દરિયાકિનારાની સુરક્ષાને મજબૂત કરશે તથા ઘૂસણખોરી, દાણચોરી અને ગેરકાયદેસર માછીમારી જેવી અનુચિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે પેટ્રોલિંગ વધારવામાં પણ મદદરૂપ થશે. આઇસીજીએસ સી-437 જખૌમાં રહેશે, જે કમાન્ડર કોસ્ટ ગાર્ડ (ઉત્તર પશ્ચિમ) નાં વહીવટી અને કાર્યકારી નિયંત્રણમાં રહેશે.
અપર મહાનિદેશક કે નટરાજન, પીટીએમ, ટીએન, કમાન્ડર કોસ્ટ ગાર્ડ (પશ્ચિમ સીબોર્ડ), આઇજી રાકેશ પાલ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સંસ્થાઓનાં અન્ય પ્રતિષ્ઠિત અધિકારીઓની હાજરીમાં મેસર્સ એલએન્ડટી લિમિટેડ દ્વારા નિર્મિત ઇન્ટરસેપ્ટર બોટને સામેલ કરવામાં આવી હતી. ઇન્ટરસેપ્ટર બોટ સી-437ની લંબાઈ 27.80 મીટર છે, જેનું ડિસ્પ્લેસમેન્ટ 106 ટન અને મહત્તમ ઝડપ 45 નોટ્સ છે. આઇબી દરિયામાં મુશ્કેલીમાં મૂકાયેલી હોડીઓ અને જહાજોને શોધવા, અટકાવવા, ઉગારવા જેવી સહાયક સેવાઓ આપવા જેવી કામગીરીઓ હાથ ધરવા સક્ષમ છે.
જહાજનાં સલામત નેવિગેશન માટે આધુનિક નેવિગેશનલ અને સંચાર ઉપકરણ સાથે સજ્જ કરવામાં આવી છે. તે જહાજને કોઈ પણ દરિયાઈ સ્થિતિસંજોગોનો સામનો કરવા આધુનિક ઉપકરણ અને સિસ્ટમ સાથે ઝડપી પ્રતિક્રિયા આપવાની ક્ષમતા સાથે સજ્જ બનાવે છે. આ જહાજનું નેતૃત્વ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ વરુણ રાજ એસ કરશે અને તે જખૌમાં તૈનાત રહેશે.