Skip to main content
Settings Settings for Dark

'ધ એલિફન્ટ વ્હીસ્પર્સે' અને નાટુ નાટુ ગીતે જીત્યા ઓસ્કર 2023 માટે એવોર્ડ્સ

Live TV

X
  • કાર્તિકી ગોન્ઝાલવીસ દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મમાં હાથી અને મનુષ્ય વચ્ચેના પ્રેમને દેખાડવામાં આવ્યો છે, તો RRRના નાટુ નાટુ ગીતને બેસ્ટ ઓરિજીનલ સોંગ માટે એવોર્ડ મળ્યો છે.

    95મા એકેડમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કર્સ 2023માં આ વખતે ભારતીય સિનેમાનો દબદબો જોવા મળી રહ્યો છે અને તેને લઈનો સૌ કોઈ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. હોલિવુડથી લઈને બોલિવુડ અને સાઉથના પણ ઘણા સેલિબ્રિટીઝ રેડ કાર્પેટમાં જોવા મળ્યા છે. બોલિવુડની દિપીકા પાદુકોણ આ વર્ષે ઓસ્કરમાં પ્રેઝન્ટેટર તરીકે જોવા મળી છે. સાથે આ જ વર્ષે ભારતની RRR ફિલ્મ અને બીજી 2 ફિલ્મો નોમિનેટ થઈ છે. બેસ્ટ ઓરિજીનલ સોંગ માટે RRR ફિલ્મનું નાટુ-નાટુ ગીત, ઓલ ધ બ્રેથ્સ ડોક્યુમેન્ટરી ફિલ્મ માટે અને ધ એલિફન્ટ વ્હીસ્પર્સ ધ બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટરી માટે નોમિનેટ થઈ હતી. જેમાંથી ધ એલિફન્ટ વ્હીસ્પર્સ બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટરી તરીકે ઓસ્કરનો એવોર્ડ જીત્યો છે. 'ધ એલિફન્ટ વ્હીસ્પર્સ' એ નેટફ્લિક્સ ડોક્યુમેન્ટ્રી છે, જેમાં ત્યજી દેવાયેલા હાથી અને તેની સંભાળ રાખનારાઓ વચ્ચેના અતૂટ બંધન વિશેની વાત છે. તે ડોક્યુમેન્ટરી શોર્ટ સબ્જેક્ટ કેટેગરીમાં હોલઆઉટ, હાઉ ડુ યુ મેઝર અ યર?, ધ માર્થા મિશેલ ઇફેક્ટ અને સ્ટ્રેન્જર એટ ધ ગેટ સાથે સ્પર્ધામાં હતી. તે ગુનીત મોંગા દ્વારા નિર્મિત કરવામાં છે અને કાર્તિકી ગોન્સાલ્વિસની પ્રથમ ફિલ્મ છે. તેમનું માનવું છે કે ભારતીય વાર્તાઓમાં વિશ્વમાં છાપ પાડવાની ક્ષમતા છે.

    ફિલ્મના ગીત નાટુ નાટુને ગોલ્ડન ગ્લોબ અને ક્રિટિક ચોઈસ એવોર્ડ ફોર ફોરેન લેંગવેજ ફિલ્મનો પણ એવોર્ડ મળ્યો હતો અને હવે ઓસ્કર 2023માં પણ બેસ્ટ ઓરિજીનલ સોંગનો એવોર્ડ જીતીને ભારતનું નામ દુનિયામાં રોશન કર્યું છે. RRR ફિલ્મ 25 માર્ચ 2022ના રોજ રીલિઝ થઈ હતી અને ફિલ્મના નાટુ નાટુ ગીતની વાત કરીએ તો આ ગીતને એમ એમ કીરાવાનીએ કમ્પોઝ કર્યું છે, જ્યારે ચંદ્રબોઝે ગીતને લખ્યું છે અને રાહુલ સિપ્લીગુંજ અને કાલા ભૈરવાએ આ ગીતને ગાયું છે. ઓસ્કર 2023ના સમારોહમાં પણ આ ગીત પર બંને સીંગરોએ પર્ફોર્મન્સ આપ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply