પોળોના જંગલોમાં પર્યટન પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો
Live TV
-
સમગ્ર ઉત્તર ગુજરાતમાં મીની કાશ્મીર તરીકે ઓળખાતા પોળોના જંગલોમાં કોરોના મહામારીને પગલે છેલ્લા કેટલાય સમયથી પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તે પ્રતિબંધ હવે ઉઠાવી લેવામાં આવ્યો છે. તેના પગલે હવે ફરી એક વખત પોળોના જંગલો સહેલાણીઓથી ધમધમશે.
પોળોના જંગલોમાં પર્યટન પ્રવૃત્તિ સ્થગિત થતાં સ્થાનિક રોજગારીના પ્રશ્નો સર્જાયા હતા. કોરોના મહામારી ને પગલે સ્થાનિક ધંધા-રોજગાર ઉપર વિપરીત અસર થઈ હતી. પ્રતિબંધો યથાવત રહેતાં જંગલો સુમસામ બન્યા હતા. સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્રે હવે પ્રતિબંધ ઉઠાવી લેતા સહેલાણીઓ સરળતાથી આવી શકશે. હાલમાં પોળોના જંગલોમાં જવા ટુ વ્હીલર વાહનોને જ મંજૂરી આપવામાં આવી છે મોટા વાહનોને હાલ મંજૂરી નથી. સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને પગલે સ્થાનિક વિસ્તારોમાં ખુશીનો માહોલ છે.
