પ્રધાનમંત્રીએ પ્રખ્યાત અભિનેતા દિલીપકુમારના નિધન અંગે શોક વ્યક્ત કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુપ્રસિદ્ધ અભિનેતા દિલીપકુમારજીના નિધન પર ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેમનું નિધન આપણા સાંસ્કૃતિક જગતની ખોટ છે. ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "દિલીપકુમારજીને ફિલ્મ દંતકથા તરીકે યાદ કરવામાં આવશે. તેઓને અજોડ તેજસ્વીતાનો આશીર્વાદ મળ્યો, જેના કારણે પેઢીઓ સુધીના પ્રેક્ષકો મંત્રમુગ્ધ થયા. તેમના નિધનથી આપણા સાંસ્કૃતિક જગતને ખોટ પડી છે. તેમના પરિજનો, મિત્રો અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના.
https://twitter.com/narendramodi/status/1412608634673004546?s=20
