ફિલ્મ સાસણમાં લોકોના જંગલ અને સિંહ સાથે જોડાયેલા ગાઢ સંબંધોને પ્રાકૃતિક અને કલાત્મક રીતે રજૂ કરાયો
Live TV
-
ફિલ્મોમાં મેહુલ સુરતીએ શાસ્ત્રીય-લોકધૂનોને મિશ્રિત કરી
સૌરાષ્ટ્રના ગિરના જંગલની નૈસર્ગિકતા અને લોક લાગણીઓને જગાડતી ગુજરાતી ફિલ્મ સાસણની દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મમાં સાસણમાં ગિરનાર લોકોના જંગલ સાથેના ગાઢ સંબંધો અને સિંહ વચ્ચેના સ્થાનિક લોક જીવનને રજૂ કરવામાં આવ્યું છે.
ફિલ્મમાં ગીરના જંગલની એક આકર્ષક વાર્તા કહેવામાં આવી
ફિલ્મ નિર્માતા ડોક્ટર હિતેશ પટેલ અને દિગ્દર્શક અશોક ઘોષ દ્વારા નિર્મિત આ ગુજરાતી ફિલ્મમાં ગીરના જંગલની એક આકર્ષક વાર્તા કહેવામાં આવી છે. તેની સાથે તેમના ઊંડા લાગણીશીલ મૂળ ધરાવતી સંસ્કૃતિને પણ ઉજાગર કરવામાં આવી છે. આ ફિલ્મ કુટુંબ પરંપરા અને આપણા જીવનની આકાર આપતી ફિલ્મ છે. તેમ ફિલ્મના સ્ટારકાસ્ટ ચેતન ધાનાણી અને અંજલિ બારોટે જણાવ્યું હતું , આ ફિલ્મમાં મૌલિક નાયક, ચિરાગ જાની, રતન રંગવાની અને નિલેશ પરમારની સાથે સાથે પ્રતિક વેકરીયા અને સવજી આંબલીયા પણ જોવા મળશે.
ફિલ્મોમાં મેહુલ સુરતીએ શાસ્ત્રીય-લોકધૂનોને મિશ્રિત કરી
ફિલ્મની વાર્તામાં એક યુવાન વર્ષો સુધી શહેરમાં રહ્યા પછી તેમના પૈતૃક ગામમાં પાછો ફરે છે અને તેના ઊંડા મૂળ ધરાવતી સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વને જાણીને તે પ્રભાવિત થાય છે. ફિલ્મોમાં સાસણના પરિવારોની પરંપરાઓ અને આધુનિક વિશ્વ સાથે અનુકૂળ કરવા માટેના આંતરિક સંઘર્ષ પર પ્રકાશમાં પાડવામાં આવ્યો છે. આ ફિલ્મોમાં મેહુલ સુરતીના સંગીતની સાથે સાથે શાસ્ત્રીય અને લોકધૂનોને પણ મિશ્રિત કરવામાં આવી છે. ફિલ્મના વાતાવરણની હૃદય સ્પર્શી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં પ્રાકૃતિક લેન્ડસ્કેપ અને તેમની વચ્ચેના અનમોલ જીવનની પળો, માનવ જીવનને કેવી હૂફ આપે છે તે દર્શાવવામાં આવ્યું છે.