Skip to main content
Settings Settings for Dark

મુકેશના અવાજ તરીકે જાણીતા ગાયક કમલેશ અવસ્થીનું નિધન

Live TV

X
  • તેમના પ્રખ્યાત ગીતો : 

    મુકેશના અવાજ તરીકે જાણીતા સિંગર કમલેશ અવસ્થીનું નિધન થયું છે. તેઓ છેલ્લા એક મહિનાથી કોમામાં હતા. કમલેશ અવસ્થીએ, ફિલ્મ 'ગોપીચંદ જાસૂસ' માં રાજ કપૂર માટે પ્લેબેક સિંગિંગ કર્યું હતું. તેમના ગીતો ‘તેરા સાથ હૈ તો..’, ‘જિંદગી ઈમ્તિહાન લેતી હૈ..’ ખુબજ પ્રખ્યાત રહ્યા છે. કમલેશ અવસ્થીના નિધનથી સંગીત જગત શોકમાં છે.

    કારકિર્દીની શરૂઆત :

    કમલેશ અવસ્થીનો જન્મ 1945 માં, ગુજરાતના સાવરકુંડલામાં થયો હતો. તેમણે ભાવનગર યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું હતું. તેમણે કલાગુરુ ભરત પંડ્યાના માર્ગદર્શન હેઠળ, ભાવનગરથી સંગીતની કારકિર્દીની શરૂઆત કરી હતી. સંગીતના ક્ષેત્રમાં, તેણે તેનું પહેલું આલ્બમ ‘ટ્રિબ્યુટ ટુ મુકેશ’ બહાર પાડ્યું. કમલેશ અવસ્થીએ હિન્દી અને ગુજરાતી ફિલ્મો માટે, ગીતો ગાયા હતા. તેથી જ તે ખૂબ જ લોકપ્રિય બન્યું.

     વોઈસ ઓફ મુકેશ તરીકે ઓળખ :

    તેમણે રાજ કપૂરની ફિલ્મ ગોપીચંદ જાસૂસ માટે, પ્લેબેક ગીતો ગાયા હતા. ત્યારે રાજ કપૂરે કહ્યું હતું કે, દેશને મુકેશ પાછો મળી ગયો છે. રાજ કપૂરે તેમના વખાણ કર્યા પછી તેમને મુકેશના અવાજ તરીકે ઓળખ મળી. તેઓ ગુજરાતી ગાયકી ક્ષેત્રે, ખૂબ જ નામના ધરાવતા હતા. કમલેશ અવસ્થીએ અનેક ગુજરાતી ગીતો પણ ગાયા છે. તેમણે સ્ટેજ શો પણ કર્યા હતા.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply