Skip to main content
Settings Settings for Dark

પ્રખ્યાત YouTuber Angry Rantman ઉર્ફે અભ્રદીપ સાહાનું 27 વર્ષની વયે નિધન, ચાહકો આઘાતમાં

Live TV

X
  • પ્રખ્યાત યુટ્યુબર અભ્રદીપ સાહા ઉર્ફે એન્ગ્રી રેન્ટમેન હવે આ દુનિયામાં નથી.17 એપ્રિલના રોજ તેમના નિધનના સમાચાર સાંભળીને ચાહકો ખૂબ જ આઘાતમાં છે.આ સમાચાર સામે આવતા જ સનસનાટી મચી ગઈ છે. લોકો માટે માનવું મુશ્કેલ બની રહ્યું છે. તમને જણાવી દઈએ કે અભ્રદીપ સાહા 27 વર્ષનો હતો. 

    એંગ્રી રેન્ટ મેન તરીકે જાણીતા સોશિયલ મીડિયા સેન્સેશન અને યુટ્યુબર અભ્રદીપ સાહાનું માત્ર 27 વર્ષની વયે નિધન થયું છે. સાહાના આકસ્મિક નિધનથી સોશિયલ મીડિયા પર શોકનું મોજુ ફરી વળ્યું છે. X (અગાઉ ટ્વિટર) પર ઘણા વપરાશકર્તાઓએ આઘાત અને શોક વ્યક્ત કર્યો છે.

    યુટ્યુબર અભ્રદીપ સાહાના ઈન્સ્ટાગ્રામ પર તેના પરિવાર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી છે, જેમાં લખ્યું છે - ઊંડા દુખ સાથે અમે જાણ કરીએ છીએ કે અભ્રદીપ સાહા ઉર્ફે એંગ્રી રેન્ટમેનનું નિધન થઈ ગયું છે. અભ્રદીપે તેની પ્રામાણિકતા, રમૂજ અને અતૂટ ભાવનાથી લાખો લોકોના જીવનને સ્પર્શ કર્યો. જેઓ તેને જાણતા હતા તે બધા તેને ખૂબ જ યાદ કરશે.

    અભ્રદીપના મૃત્યુનું કારણ મલ્ટિઓર્ગન ફેલિયર હોવાનું કહેવાય છે. ગયા મહિને, તેને બેંગલુરુની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેની મોટી સર્જરી કરવામાં આવી હતી. આ અઠવાડિયે તેની તબિયત બગડતાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply