Skip to main content
Settings Settings for Dark

મોડાસાની બીકનઈ સ્કૂલ અને વડોદરાના અટલાદરા બ્રહ્માકુમારી સેન્ટર ખાતે બાળકો માટે સમર કેમ્પ યોજાયો

Live TV

X
  • અરવલ્લીના મોડાસાની બીકનઈ સ્કૂલના નાના ભૂલકાઓ માટે સમર કેમ્પ યોજવામાં આવ્યો છે, હાલ શૈક્ષણિક કાર્ય બંધ થતાં વિદ્યાર્થીઓ માટે વેકેશનનો સમય ચાલી રહ્યો છે આ વચ્ચે બાળકોને વિસરાઈ ગયેલી રમતો તેમજ અન્ય ઉપયોગી કામગીરી અંગે વાકેફ કરવા માટે સમર કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. જેમાં બાળકો માટે માટીના વાસણો કેવા હોય છે. ઈનડોર આઉટ ડોર ગેમ સહિત મ્યુઝિક, માટીકામ, સહિતની અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 

    વડોદરાના અટલાદરા બ્રહ્માકુમારી સેન્ટર ખાતે બાળકો માટે સમર વેકેશન કેમ્પ યોજાયો હતો. બાળકોમાં ઉમદા ગુણ વિકસે તે હેતુથી સમર કેમ્પમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે આગામી 21મી જૂને આંતરરાષ્ટ્રી યોગ દિવસની ઊજવણીના ભાગરૂપે સેન્ટર ખાતે 45 મિનિટનો યોગ પ્રોટોકોલ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં 150થી 200 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય રાજ્યોગીની અરુણાદીદીએ વિશેષ  હાજરી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply