Skip to main content
Settings Settings for Dark

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા પેઇન્ટીંગ, શિલ્પકલા અને છબીકલાના કલાકારો માટે ગૌરવ પુરસ્કાર જાહેર કરાયા 

Live TV

X
  • રાજ્ય સરકાર ખાસ સમારંભ યોજીને કલાકારોને રૂ. ૫૧ હજારનો પુરસ્કાર, શાલ અને તામ્રપત્ર વડે સન્માનિત કરાશે

    રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા પેઇન્ટીંગ, શિલ્પકલા અને છબીકલાના ક્ષેત્રે નોંધપાત્ર અને ગણનાપાત્ર યોગદાન આપનારા ગુજરાતના કલાકારોને ગૌરવ પુરસ્કાર એનાયત કરાય છે. આ માટે રાજ્ય સરકારે કુલ ૩૧ કલાકારોની પસંદગી યાદી જાહેર કરી છે. રાજ્ય સરકાર દ્વારા ખાસ સમારંભ યોજીને પસંદ થયેલા આ કલાકારોને રૂ. ૫૧ હજારનો પુરસ્કાર, શાલ અને તામ્રપત્ર વડે સન્માનિત કરવામાં આવશે, એમ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની યાદીમાં જણાવાયું છે. 

    ગૌરવ પુરસ્કૃત કલાકારોને વર્ષ ૨૦૧૬-૧૭, ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯ તથા ૨૦૧૯-૨૦ માટે સન્માનિત કરવા કુલ ૩૧ કલાકારોની પસંદગી યાદી જાહેર કરાઈ છે, જે નીચે મુજબ છે – 

    વર્ષ ૨૦૧૬-૧૭
    ક્રમ     ક્ષેત્ર         કલાકારનું નામ     

    ૧    ચિત્રકલા     જયંતીલાલ રાબડીયા
    ૨    ચિત્રકલા     મિલન દેસાઈ    
    ૩    ચિત્રકલા     કશ્યપ પરીખ    
    ૪    છબીકલા    અમુલ પરમાર    
    ૫    છબીકલા     હેમંતકુમાર પંડ્યા     
    ૬    છબીકલા     દિનેશભાઈ પંચોલી     

    વર્ષ ૨૦૧૭-૧૮
    ક્રમ     ક્ષેત્ર         કલાકારનું નામ  
      
    ૭    ચિત્રકલા     ઉમેશકુમાર ક્યાડા    
    ૮    ચિત્રકલા     દિનુભાઈ પટેલ    
    ૯    ચિત્રકલા     કેશવભાઈ ટંડેલ    
    ૧૦    છબીકલા    વિપુલ લહેરી    
    ૧૧    છબીકલા     રમેશ બારીયા    
    ૧૨    છબીકલા    કલ્પિત ભચેચ    
    ૧૩    શિલ્પકલા    હિંમત પંચાલ    
    ૧૪    શિલ્પકલા     લાલજી પાનસુરીયા
    ૧૫    શિલ્પકલા     પ્રતાપસિંહ સોલંકી    

    વર્ષ ૨૦૧૮-૧૯
    ક્રમ     ક્ષેત્ર         કલાકારનું નામ     
    ૧૬    ચિત્રકલા     અરવિંદ ઘોસાળકર    
    ૧૭    ચિત્રકલા    નરેન્દ્ર પટેલ    
    ૧૮    ચિત્રકલા    પ્રવિણા મહિચા    
    ૧૯    છબીકલા     વ્રજ મિસ્ત્રી        
    ૨૦    છબીકલા     નિકુંજ વાગડીઆ     
    ૨૧    છબીકલા     સાદીકસાહેબ સૈયદ    

    વર્ષ ૨૦૧૯-૨૦
    ક્રમ     ક્ષેત્ર         કલાકારનું નામ     
    ૨૨    ચિત્રકલા     મહેન્દ્ર પરમાર    
    ૨૩    ચિત્રકલા     કાંતિલાલ પંચાલ    
    ૨૪    ચિત્રકલા     કનુભાઈ પંચાલ    
    ૨૫    છબીકલા    દેવજીભાઈ શ્રીમાળી
    ૨૬    છબીકલા    રાજેશકુમાર પટેલ    
    ૨૭    છબીકલા    સિદ્ધાર્થ રાઠોડ    
    ૨૮    શિલ્પકલા     કનુભાઈ પારૂપરલા    
    ૨૯    શિલ્પકલા     રાજેશ મૂળીયા    
    ૩૦    શિલ્પકલા     બીના પટેલ    
    ૩૧    શિલ્પકલા     નથુભાઈ ગરચર (રેતિશિલ્પ માટે)    

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply