Skip to main content
Settings Settings for Dark

લોકપ્રિય ક્રિકેટર વિરાટ કોહલીનો આજે જન્મદિવસ

Live TV

X
  • લોકપ્રિય ક્રિકેટર વિરાટ કોહલીનો આજે જન્મદિવસ

    ભારતીય ક્રિકેટ ટીમનો લોકપ્રિય ક્રિકેટર વિરાટ કોહલીનો આજે 35મો જન્મ દિવસ છે. તેની અત્યાર સુધીની ક્રિકેટની સફર પણ રોમાંચક રહી છે. વિરાટે 2006માં તેના ક્રિકેટમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. વિરાટ કોહલીએ ભારત માટે પ્રથમ વનડે મેચ શ્રીલંકા સામે 2008માં રમી હતી. પરંતુ પાંચ મેચ બાદ કોહલીને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. વિરાટે 2009માં પી સેન ટ્રોફીમાં મોહન બાગાન ક્રિકેટ ટીમ માટે તે મેચ રમી હતી. વિરાટ કોહલી 2009માં ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો. ત્યારબાદ કોલકાતાના મેદાન પર તેણે પોતાની ODI આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકારી. કોહલીએ 24 ડિસેમ્બર 2009ના રોજ શ્રીલંકા સામે પ્રથમ સદી ફટકારી હતી. આ મેચમાં કોહલીએ 114 બોલમાં 107 રન બનાવ્યા હતા.

    વિરાટ કોહલીએ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 78સદી ફટકારી છે. વિરાટ કોહલી છેલ્લા 15 વર્ષથી ભારતીય ક્રિકેટ ટીમ માટે રમી રહ્યા છે. વર્ષ 2018માં વિરાટ કોહલીએ ઈડન ગાર્ડનમાં શ્રીલંકા સામે રમાયેલી અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. તો આજની મેચમાં પણ વિરાટ પહર સૌ કોઈની નજર રહેશે. દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં પોતાના જન્મદિવસ પર લોકપ્રિય ખેલાડી સદી ફટકારી શકે તેવી અપેક્ષાઓ ચાહકોમાં જોવા મળી રહી છે. વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે 11 ડિસેમ્બર,2017માં ઇટાલીના લેક કોમોમાં લગ્ન કર્યાં હતાં. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply