વિક્રાંત મેસીએ 37 વર્ષની વયે અભિનયમાંથી નિવૃત્તિ લીધી, લાખો ચાહકોને કર્યા નિરાશ
Live TV
-
અભિનેતાએ ઘણી ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા બતાવી
નાના પડદાથી લઈને મોટા પડદા સુધી પોતાના અવિશ્વનીય અભિનય સાબિત કરનાર અભિનેતા વિક્રાંત મેસીએ સોમવારે તેની એક પોસ્ટથી લાખો ચાહકોને નિરાશ કર્યા છે. તેમની પોસ્ટમાં, તેમણે હવે અભિનયની દુનિયામાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોતાની પોસ્ટમાં કહ્યું, હેલો છેલ્લાં કેટલાંક વર્ષો અને ત્યાર પછીનો સમય ઘણો સારો રહ્યો છે. તમારા સમર્થન બદલ હું આપ સૌનો આભાર માનું છું. પરંતુ જેમ જેમ હું આગળ વધી રહ્યો છું, મને અહેસાસ થઈ રહ્યો છે કે હવે માર એક પુત્ર, પિતા અને એક અભિનેતા તરીકે ઘરે પાછા જવાનો સમય આવી ગયો છે.
અભિનેતાએ ઘણી ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા બતાવી
તેમની આ પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તેમના ચાહકો તેમને સતત પૂછી રહ્યા છે કે તેમણે હવે અભિનયની દુનિયામાંથી નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું છે, તેના કારણો શું છે. તે પણ ત્યારે જ્યારે તેમની ફિલ્મો સતત દર્શકોના દિલ જીતી રહી છે. તેમની ફિલ્મોને ચાહકો તરફથી સતત પ્રેમ મળી રહ્યો છે, તો શા માટે તેનો અભિનયથી મોહભંગ થયો છે. આ સવાલ તેના ચાહકોને પરેશાન કરી રહ્યો છે.
દરેક ફિલ્મમાં તેમની એક્ટિંગની પ્રશંસા કરવામાં આવી છે
જોકે અભિનેતાએ ઘણી ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા બતાવી છે. પરંતુ તે તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' ને કારણે ચર્ચામાં છે. 2002 ની ગોધરા ઘટના પર આધારિત આ ફિલ્મ 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ પહેલા પણ તેણે ઘણા OTT પ્લેટફોર્મ પર પોતાની એક્ટિંગનો જાદુ ફેલાવ્યો છે. દરેક ફિલ્મમાં તેમની એક્ટિંગની પ્રશંસા કરવામાં આવી છે. આ પહેલા તેમની ફિલ્મ 12મી ફેલએ દર્શકોનું દિલ જીતી લીધું હતું, જેમાં તેમણે IPS મનોજ શર્માનું પાત્ર ભજવ્યું હતું.