પોર્નોગ્રાફી નેટવર્ક કેસમાં ED એ રાજ કુન્દ્રાના ઘર પર દરોડા પાડ્યા
Live TV
-
એવી આશંકા છે કે આ કેસમાં ઘણા મોટા ખુલાસા થઈ શકે છે
આજરોજ ED એ બોલિવૂડ પ્રોડ્યુસર રાજ કુન્દ્રાના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. ED ના કેસ મુજબ તે પોર્નોગ્રાફી સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. ત્યારે ED ના અધિકારીઓએ સવારે 6 વાગ્યાથી સાંતાક્રુઝ સ્થિત શિલ્પા શેટ્ટીના ઘરે પણ તપાસ શરૂ કરી દીધી છે. ED ના દરોડા કથિત રીતે સોશિયલ મીડિયા અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર કથિત રીતે અશ્લીલ સામગ્રી ફેલાવવા બદલ રાજ કુન્દ્રા અને તેના સહયોગીઓ દ્વારા ચલાવવામાં આવતા કથિત પોર્નોગ્રાફી નેટવર્ક અને ચેનલો સંબંધિત છે.
રાજ કુન્દ્રાનું નામ પોર્નોગ્રાફીના મામલે ચર્ચામાં આવી ચુક્યું છે
ED અધિકારીઓએ કુન્દ્રા અને તેના સહયોગીઓના ઠેકાણા પરના દસ્તાવેજોને સ્કેન કરવાનું શરૂ કર્યું છે, જેથી આ ગુનાના તમામ પાસાઓની સંપૂર્ણ તપાસ થઈ શકે. રાજ કુન્દ્રાનું નામ પોર્નોગ્રાફીના મામલે ચર્ચામાં આવી ચુક્યું છે. મુંબઈ પોલીસે આ કેસમાં તેની ધરપકડ પણ કરી હતી, પરંતુ બાદમાં તેને જામીન મળી ગયા હતા. આ કેસમાં શિલ્પા શેટ્ટીનું નામ પણ સામે આવ્યું હતું, જોકે અત્યાર સુધી તેના પર આ કેસમાં કોઈ પણ પ્રકારની સંડોવણીનો આરોપ નથી લાગ્યો.
એવી આશંકા છે કે આ કેસમાં ઘણા મોટા ખુલાસા થઈ શકે છે
રાજ કુન્દ્રા અને તેના સહયોગીઓ વિરુદ્ધ પોર્નોગ્રાફી કેસમાં ED ના આ દરોડાએ ફરી એકવાર બોલિવૂડ જગતમાં હલચલ મચાવી દીધી છે. એવી આશંકા છે કે આ કેસમાં ઘણા મોટા ખુલાસા થઈ શકે છે. હાલ ED ની ટીમ તમામ મહત્વના દસ્તાવેજોની તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરી 2021 માં મુંબઈ પોલીસે પોર્ન રેકેટનો પર્દાફાશ કર્યો હતો. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને અલગ-અલગ OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આ પછી પોલીસ સક્રિય થઈ અને અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી રહી છે.
અભિનેત્રીઓએ રાજ કુન્દ્રા ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા
આ દરમિયાન ચાર લોકો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે રાજ કુન્દ્રાનું નામ સામે આવ્યું હતું. જેના આધારે રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી. મોડલ પૂનમ પાંડે, અભિનેત્રી અને મોડલ શર્લિન ચોપરા, અભિનેત્રી સાગરિકા શોના સુમને પણ રાજ કુન્દ્રા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. પોર્નોગ્રાફીના કેસમાં જેલમાં સમય વિતાવનારા રાજ કુન્દ્રાએ ત્યાંથી છૂટ્યા બાદ 'UT 69' નામની ફિલ્મમાં અભિનેતા તરીકે પણ કામ કર્યું હતું. આ ફિલ્મ આર્થર જેલમાં વિતાવેલા 63 દિવસ પર આધારિત હતી. એટલે કે આ ફિલ્મ 'એડલ્ટ ફિલ્મ સ્કેન્ડલ' પર રાજ કુન્દ્રાની ધરપકડ પર આધારિત હતી.