Skip to main content
Settings Settings for Dark

શાહરૂખ ખાનની ફિલ્મ ડંકીનું ટ્રેલર રીલિઝ, 21 ડિસેમ્બર, 2023ના રોજ વિશ્વભરમાં થશે રિલીઝ

Live TV

X
  • શાહરૂખ ખાનની ફિલ્મ ડંકીનું ટ્રેલર રીલિઝ, 21 ડિસેમ્બર, 2023ના રોજ વિશ્વભરમાં થશે રિલીઝ

    બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' અને 'પઠાણ' બંનેએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. શાહરૂખ માટે આ વર્ષ ખૂબ જ ખાસ છે, કારણ કે આ બે બ્લોકબસ્ટર ફિલ્મો બાદ હવે કિંગ ખાનની વધુ એક ફિલ્મ આવી રહી છે. શાહરૂખ ખાન અને રાજકુમાર હિરાનીની ફિલ્મ "ડંકી"  છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. જ્યારથી ફિલ્મના બે ગીતો અને એક નાનું ટીઝર રીલિઝ થયું છે ત્યારથી દર્શકો તેના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે આ રાહ પૂરી થઈ છે. ફિલ્મ "ડંકી" નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

    શાહરૂખના ચાહકો અને ફિલ્મ પ્રેમીઓ આ ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ત્રણ મિનિટનું આ ટ્રેલર કોમેડી અને ઈમોશનથી ભરપૂર છે. આ ફિલ્મ પંજાબ પ્રાંતના લલ્તુ ગામના હાર્ડી અને તેના ચાર મિત્રોની વાર્તા કહે છે. જેઓ પંજાબ છોડીને લંડન જવા માંગે છે. ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે બલ્લી, બગ્ગુ, સુખી, મન્નુ અને હાર્ડીની મિત્રતાની આ કહાની રાજકુમાર હિરાનીની 'ડિંકી' દ્વારા રજૂ કરવામાં આવી છે.

    આ ટ્રેલરમાં આપણને શાહરૂખનો યુવાન અવતાર અને વૃદ્ધ અવતાર જોવા મળશે. ટ્રેલરમાં શાહરૂખની સાથે વિકી કૌશલ, તાપસી પન્નુ, બોમન ઈરાની પણ રસપ્રદ ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. કિંગ ખાનની "ડંકી" 21 ડિસેમ્બર, 2023ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply