શૂન્ય પાલનપુરીની પુણ્યતિથી નિમિત્તે ગુજરાત સાહિત્ય એકેડમીના facebook પેજ પર લાઈવ કાર્યક્રમ યોજાયો
Live TV
-
ગઝલકાર શૂન્ય પાલનપુરીની પુણ્યતિથી નિમિત્તે સાહિત્ય એકેડમી ગાંધીનગર તથા શ્રી સરસ્વતી લોકસંગીત અને કલાવૃંદ જૂનાગઢ દ્વારા ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતી સાહિત્યક્ષેત્રે ગઝલકાર શૂન્ય પાલનપુરીનો મોટો ફાળો રહ્યો છે. ૧૭મી માર્ચ 1987ના રોજ તેઓએ આ ફાની દુનિયાને અલવિદા કહ્યું હતું. તેમની યાદમાં આજે ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પદ્મશ્રી અવોર્ડ મેળવનાર ગુજરાત સાહિત્ય એકેડમી અધ્યક્ષ વિષ્ણુ પંડ્યા તેમજ ડૉ. હિંમત ભાલોડિયાના મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ''પાગલ છે જમાનો ફૂલોનો'' આ શીર્ષક નીચે તેમને શબ્દ સુમન અર્પણ કરાયા હતા. ગુજરાત સાહિત્ય એકેડમીના facebook પેજ પર લાઈવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
