Skip to main content
Settings Settings for Dark

69મો ફિલ્મફેર એવોર્ડ 28 જાન્યુઆરીએ ગુજરાતના ગાંધીનગરમાં યોજાશે

Live TV

X
  • પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ્સના 69મી આવૃત્તિ માટે તૈયારીઓ ચાલી રહી છે. આગામી ફિલ્મફેર એવોર્ડ 28 જાન્યુઆરી, 2024ના રોજ ગુજરાતના ગાંધીનગરમાં યોજાશે.

    જુલાઈ માહિનામાં ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (TCGL) એ 69મા ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન કરવા માટે વર્લ્ડવાઈડ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ (એ ટાઈમ્સ ગ્રુપ કંપની) સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. MoU હસ્તાક્ષર સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ટાઈમ્સ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર વિનીત જૈનની હાજરી જોવા મળી હતી.

    આ સમારોહમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરી રહેલા અભિનેતા ટાઈગર શ્રોફે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને ગુજરાત સાથેના પોતાના ખાસ જોડાણને શેર કર્યું હતું. "મારા દાદા ગુજરાતી હોવાથી મારો ગુજરાત સાથે ખાસ સંબંધ છે. અને ફિલ્મફેરની વાત કરીએ તો આ એવોર્ડ શો સાથે મારો સુંદર સંબંધ રહ્યો છે," તેવું તેમણે જણાવ્યુ હતુ. 

    ટાઇગરે 1990માં પહેલીવાર ફિલ્મફેર એવોર્ડમાં હાજરી આપવાની યાદ તાજી કરી હતી જ્યારે તેના પિતા જેકી શ્રોફને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. તેમણે ફિલ્મ ઉદ્યોગ અને ફિલ્મફેરને સ્વીકારવા બદલ ગુજરાતના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

    1954 માં રજૂ કરવામાં આવેલ ફિલ્મફેર એવોર્ડ્સ, ફિલ્મ ડોમેનમાં શ્રેષ્ઠતાનું પ્રતીક છે. ફિલ્મ "બ્લેક" (2005) એ એક જ વર્ષમાં સૌથી વધુ સંખ્યામાં ફિલ્મફેર પુરસ્કારો જીતવાનો રેકોર્ડ ધરાવે છે, જેમાં વિવિધ શ્રેણીઓમાં 11 પુરસ્કારો પ્રાપ્ત થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
apply