અંકલેશ્વરના પાનોલીમાં જલ એકવા કંપનીમાં ભીષણ આગ, દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા
Live TV
-
પાનોલી ઔદ્યોગિક વસાહતમાં મોટી દુર્ઘટના સર્જાઇ..જલ એકવા કંપનીમાં ભીષણ આગ લાગી.. કંપની કર્મચારીઓ સુરક્ષિત રહેલા.. 8 ફાયર ટેન્ડરોનો આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પાનોલીમાં ફરીવાર આગનો બનાવ બન્યો છે. પાનોલીમાં આવેલી જલ એકવા કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી વિકરાળ છે કે, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યું છે. વિકરાળને પગલે ફાયર ફાયટરોની ટીમ ઘટના સ્થળે પર પહોંચી ગઈ છે.
આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
માત્ર થોડી જ ક્ષણોમાં સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી DPMCના કુલ 8 ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સુરક્ષાની દૃષ્ટિએ કંપની તરફ જતા માર્ગને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. પોલીસ અને સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
રાહતની વાત તો એ છે કે, આગ લાગતાની સાથે જ કંપનીના તમામ કર્મચારીઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા અને આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થતાં ટળી ગઈ હતી. થઈ નથી. આગ લાગવાના કારણો અને નુકસાનનો અંદાજ હજુ મેળવવાનો બાકી છે.