Skip to main content
Settings Settings for Dark

અંકલેશ્વરના પાનોલી ગામની પ્રાથમિક શાળાના શિક્ષકને યુ.એસ આર્ટ ગેલેરી દ્વારા પાબ્લો પિકાસો ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ઓફ ધ યર એવોર્ડ એનાયત

Live TV

X
  • અંકલેશ્વરના પાનોલી ગામની પ્રાથમિક શાળાના શિક્ષકને 'પાબ્લો પિકાસો ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ઓફ ધ યર' એવોર્ડ એનાયત કરાયો છે. યુ.એસ આર્ટ ગેલેરી દ્વારા "પાબ્લો પિકાસો ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ઓફ ધ યર એવોર્ડ' નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભરના 35 જેટલા ચિત્રકારે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. અંકલેશ્વરના શિક્ષક પ્રદિપકુમારે રજુ કરેલા વિવિધ વિષયો પરના ચિત્રો અને તેની ગુણવત્તાના આધારે એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. પ્રદીપ દોશીને આ એવોર્ડ પ્રાપ્ત થતા ભરૂચ જિલ્લા અને રાજ્ય સહિત દેશનું ગૌરવ વધ્યું છે.

    યુ.એસ. આર્ટ ગેલેરી દ્વારા" પાબ્લો પિકાસો ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ઓફ ધ યર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત અને દેશભરમાંથી 35 જેટલા ચિત્રકારોએ રજીસ્ટ્રેશન કરેલું હતું. જેમાં ચિત્રકલાના કામની ગુણવત્તા, ચિત્રકારોએ કરેલા ચિત્ર પ્રદર્શન, શાળાના વિદ્યાર્થીઓને ચિત્ર સ્પર્ધામાં ભાગીદાર બનાવી પ્રગતિ, ચિત્ર સર્જન દ્વારા સામાજિક કાર્યો, સમાજ ઉત્થાન અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા માટે કરેલા પ્રયત્નો જેવા અનેક પાસાઓને ધ્યાનમાં લઈને ઉત્કૃષ્ટ ચિત્રકલાની કામગીરી માટે "પાબ્લો પિકાસો ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ઓફ ધ યીઅર એવોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પાબ્લો પિકાસો ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ઓફ ધ યર એવોર્ડમાં અંકલેશ્વરના પાનોલી ગામની પ્રાથમિક શાળાના શિક્ષક અને ચિત્રકાર પ્રદિપકુમાર દોશી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પ્રદિપકુમાર દ્વારા  દોરેલા વિવિધ વિષયોના ચિત્રો મુક્યા હતા. જેમાં યુ.એસ. આર્ટ ગેલેરી દ્વારા પ્રદીપ દોશી દ્વારા રજુ કરાયેલ વિવિધ ચિત્રોની ગુણવત્તા અને કરેલા ચિત્ર પ્રદર્શનો તેમજ ચિત્રકામના માધ્યમથી સામાજીક ઉત્થાન અને જાગૃતિ જેવા વિવિધ વિષયોને ધ્યાને લઇને પ્રદિપકુમાર દોશીના ચિત્રોની પસંદગી કરવામાં આવી હતી અને યુ.એસ. આર્ટ ગેલેરી દ્વારા પ્રદિપકુમાર દોશીને પાબ્લો પિકાસો ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ ઓફ ધ યર એવોર્ડ એનાયત કરાયો હતો. ભરૂચ જિલ્લામાંથી માત્ર પ્રદીપ દોશીને એવોર્ડ પ્રાપ્ત થતાં ભરૂચ જિલ્લા અને અંકલેશ્વરનું ગૌરવ વધાર્યું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2025 Max Temp : °C Min Temp : °C
apply