રેલ્વે 'એક ભારત શ્રેષ્ઠ ભારત' યોજના હેઠળ ભારત ગૌરવ ડીલક્સ એરકન્ડિશન્ડ ટૂરિસ્ટ ટ્રેન શરૂ કરશે
Live TV
-
રેલ્વે 'એક ભારત શ્રેષ્ઠ ભારત' યોજના હેઠળ 28 ફેબ્રુઆરીથી ભારત ગૌરવ ડીલક્સ એર-કન્ડિશન્ડ ટૂરિસ્ટ ટ્રેન શરૂ કરી રહી છે. આ 'ગરવી ગુજરાત' ટ્રેનની મુસાફરી દિલ્હીના સફદરજંગ સ્ટેશનથી શરૂ થશે. આઠ દિવસની આ યાત્રામાં ગુજરાતની ધરોહર જોવાની તક મળશે. અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી આ ટ્રેનમાં ચાર ફર્સ્ટ ક્લાસ અને બે સેકન્ડ ક્લાસ એસી કોચ છે. તેમાં બે ફૂડ કોર્ટ અને બે રેસ્ટોરન્ટ પણ હશે. આ ટ્રેનમાં 150 પ્રવાસીઓ મુસાફરી કરી શકશે.
મુલાકાત દરમિયાન પ્રવાસીઓને ગુજરાતના મુખ્ય યાત્રાધામો અને હેરિટેજ સ્થળો જોવાનો મોકો મળશે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, અમદાવાદ, મોઢેરા અને પાટણનો સમાવેશ થાય છે. આ ટ્રેનની મુસાફરીનો આનંદ માણવા માટે, ગુરુગ્રામ, રેવાડી, રિંગાસ, ફુલેરા અને અજમેર રેલવે સ્ટેશનોથી મુસાફરી શરૂ કરી શકાય છે. IRCTC એ ટિકિટ બુકિંગ માટે વિવિધ ગેટવેનો ઉપયોગ કરીને EMI ચૂકવવાની સુવિધા આપી છે.