હિસાબી અધિકારી વર્ગ 1 અને 2 તથા કાર્યપાલક ઈજનેર માટે GPSCની પરીક્ષા યોજાઈ
Live TV
-
રાજયમાં આજે હિસાબી અધિકારી વર્ગ 1 અને 2 તથા કાર્યપાલક ઈજનેર માટે GPSCની પરીક્ષા યોજાઈ છે. વર્ગ- 1ની 12 પોસ્ટ અને વર્ગ-2ની 19 પોસ્ટ માટે આ પરીક્ષા યોજાઈ છે. અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર અને રાજકોટ ખાતે આ પરીક્ષા લેવામાં આવી રહી છે. હિસાબી અધિકારીની પરીક્ષાનો સમય સવારે 10 થી 6 વાગ્યાનો છે. પરીક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. પાણી પુરવઠા બોર્ડમાં નાયબ કાર્યપાલક ઇજનેર અને કાર્યપાલક ઇજનેરની 28 જગ્યા માટે 15 હજાર 230 ઉમેદવારો પરીક્ષા આપશે.