અંકલેશ્વર-ભરૂચ વચ્ચે આજથી સીટી બસ સેવાનો પ્રારંભ મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા કરવામાં આવ્યો
Live TV
-
નર્મદા મૈયા બ્રિજ પરથી શરુ થયેલ આ એસ.ટી. બસ સેવાથી હજારો રાહદારીઓ ફાયદો થશે.
અંકલેશ્વર-ભરૂચ વચ્ચે આજથી સીટી બસ સેવાનો પ્રારંભ રાજ્યના સહકાર અને વાહન વ્યવહાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. નર્મદા મૈયા બ્રિજ પરથી શરુ થયેલ આ એસ.ટી. બસ સેવાથી હજારો રાહદારીઓ ફાયદો થશે.
ભરૂચ-અંકલેશ્વરને ટ્વીન સીટી વિકાસ કરવાના પ્રથમ ચરણ તરિકે નવનિર્મિત નર્મદા મૈયા બ્રિજનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે હવે અંકલેશ્વર ભરૂચ વચ્ચે સીટી બસ સેવાને પણ લીલી ઝંડી અપાઈ છે. અંકલેશ્વર જીઆઇડીસી બસ ડેપો ખાતે થી આજથી અંકલેશ્વર -ભરૂચ વચ્ચે પ્રથમ સીટી એસ.ટી.બસ સેવાનો પ્રારંભ કરાયો હતો. મંત્રી ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે સવારે 9 કલાકે જીઆઇડીસી બસ ડેપો અંકલેશ્વર થી બસ ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવામાં આવ્યુ હતું. પ્રથમ તબક્કામાં પ્રતિ 15 મિનિટે બસ સેવા શરુ કરવામાં આવી છે. આ બસ ભરૂચ અંકલેશ્વર વચ્ચે 4 સ્ટોપમાં ચાલેશે. જી.આઈ.ડી.સી બસ ડેપો, પ્રતિન ચોકડી, ગડખોલ પાટિયા અને ભરૂચ બસ ડેપો ખાતે ઉભી રહેશે ત્યારબાદ અન્ય પીકઅપ બસ સ્ટેન્ડ પણ શરૂ કરવામાં આવશે.
