Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ: રથયાત્રા શાંતિપૂર્વક સંપન્ન થતાં તેમાં સહયોગ કરનારા લોકોનો સન્માન સમારોહ યોજાયો

Live TV

X
  • અમદાવાદ શહેરમાં 144મી રથયાત્રા શાંતિપૂર્વક સંપન્ન થતાં તેમાં સહયોગ કરનારા તમામ લોકોનો સન્માન સમારોહ જગન્નાથજી મંદિર ખાતે યોજાયો હતો.

    અમદાવાદ શહેરમાં 144મી રથયાત્રા શાંતિપૂર્વક સંપન્ન થતાં તેમાં સહયોગ કરનારા તમામ લોકોનો સન્માન સમારોહ જગન્નાથજી મંદિર ખાતે યોજાયો હતો. રથયાત્રામાં સહયોગ કરનારા તમામ લોકોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં દૂરદર્શન દ્વારા જીવંત પ્રસારણ કરવા બદલ મંદિર ટ્રસ્ટ તરફથી દૂરદર્શનના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ કમલેન્દ્ર સારભાઈ અને પ્રોગ્રામ હેડ ચંદ્રા દૂધરેજીયાનું મંદિરના ટ્રસ્ટી અને મહંત દિલીપદાસજી દ્વારા,શાલ ઓઢાડીને ,સન્માન કરવામાં આવ્યુ હતું.

    પોલીસ બંદોબસ્ત કરનાર પોલીસ અધિકારીઓનું પણ સન્માન કરાયું હતુ. આ સમારોહમાં શહેર પોલીસ કમિશ્નર અને તમામ ઝોનના ડીસીપી હાજર રહ્યા હતા.  શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર માન્યો હતો. મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની અસીમ કૃપાથી દરેક લોકોનો સહયોગ મળ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply