રાજ્ય સરકારની પાલક માતા-પિતા યોજના આશીર્વાદરૂપઃ વિદ્યાર્થિનીએ ધોરણ 12 સાયન્સમાં 92.40 ટકા મેળવ્યા
Live TV
-
મહીસાગર જિલ્લામાં સરકારની અનેક યોજનાઓની જેમ પાલક માતા-પિતા યોજના પણ એક લાભાર્થી બાળકી માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
મહીસાગર જિલ્લામાં સરકારની અનેક યોજનાઓની જેમ પાલક માતા-પિતા યોજના પણ એક લાભાર્થી બાળકી માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. જિલ્લાના લુણાવાડમાં રહીને આદર્શ કેર સ્કૂલમાં બીયા પટેલ નામની વિદ્યાર્થિનીએ સરકારની આ યોજનાનો લાભ મેળવી ધોરણ 12 સાયન્સમાં 92.40 ટકા મેળવ્યા છે.
બીયાની આ સિદ્ધિના કારણે જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમારે બાળકીને પ્રશંસાપત્ર એનાયત કર્યો હતો. જિલ્લા કલેક્ટરે પણ બાળકી સાથે સંવાદ કરીને જિલ્લાને ગૌરવ અપાવવા બદલ બીયાને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા આપી હતી. બીયા પટેલે માત્ર ચાર મહિનાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી હતી.
મહત્ત્વનું છે કે, રાજ્ય સરકાર પાલક માતા-પિતા યોજના અંતર્ગત 18 વર્ષ સુધીના બાળકને માસિક 3 હજાર રૂપિયાની સહાય પૂરી પાડે છે. આ યોજનાનો જ લાભ મેળવીને આ વિદ્યાર્થિનીએ સારું શિક્ષણ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે.
