Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્રમાં પડેલા વરસાદને લઈને ઉકાઈ ડેમમાં નવા નીરની આવક

Live TV

X
  • તાપી જિલ્લામાં આવેલ ઉકાઈ ડેમનાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ઉકાઈ ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદનાં કારણે હાથનુર અને પ્રકાશા ડેમમાં પાણીની આવક થતાં આજે સવારથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રનાં હાથનુર ડેમમાંથી તમામ 41 ગેટ ખોલી 1,30,665 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું જ્યારે પ્રકાશા ડેમમાંથી 49,984 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. આગામી 15 થી 16 કલાકમાં ઉકાઈ ડેમમાં પાણી આવશે. આ પાણી ઉકાઈ ડેમમાં આવશે એટલે ડેમની સપાટીમાં વધારો થશે. હાલ ઉકાઈ ડેમની સપાટી 314.79.ફૂટ છે. જ્યારે ડેમનું રુલ લેવલ 333 ફૂટ છે. જ્યારે ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ડેમમાંથી પાણીની જાવક 600 ક્યુસેક છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply