Skip to main content
Settings Settings for Dark

રાજયમાં 25 જુલાઇએ વેપારીઓ-સેવાકિય સંસ્થાઓનાં કર્મચારીઓને 1800 કેન્દ્રો પર વેક્સિન અપાશે

Live TV

X
  • રાજયમાં નાના-મોટા વેપારી વર્ગો અને સેવાકીય સંસ્થાના કર્મચારીઓને આ વેક્સિનેશન ડ્રાઈવમાં આવરી લઈ આરોગ્ય સુરક્ષા કવચ આપવા આગામી 25 જુલાઈ, 2021 ને રવિવારના રોજ રાજયભરમાં 1800 જેટલા કેન્દ્રો પર ખાસ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણ સ્થિતિની સમીક્ષા અંગે નિયમિત મળતી કોર કમિટીની બેઠકમાં આ વેક્સિનેશન કેમ્પના આયોજનને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના માર્ગદર્શનમાં આખરી ઓપ આપવામાં આવ્યો છે.

    રાજયમાં વેપારી-હોટલ-સેવાકિય ક્ષેત્રના કર્મચારીઓને ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર 31 જુલાઈ સુધીમાં વેક્સિન લઇ લેવાની જરૂરીયાતને ધ્યાને લઇને વેપારી વર્ગ અને સેવાકિય વર્ગના કર્મચારીઓને 31 જુલાઈ સુધીમાં રસીકરણ થઇ જાય તે હેતુસર 25 જુલાઈ, રવિવારના રોજ સ્પેશ્યલ વેક્સિનેશન કેમ્પનું 1800 સેન્ટર ઉપર આયોજન કરવામાં આવ્યું છે. 25 જૂલાઈએ યોજાનારા આ વેક્સિનેશન કેમ્પનો મહત્તમ લાભ નાના-મોટા વેપારી વર્ગો, સેવાકીય વર્ગના કર્મચારીઓ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply