મુખ્યમંત્રી રૂપાણીએ બિહારનાં IT મંત્રી જીવેશ મિશ્રા સાથે કરી મુલાકાત
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગર ખાતે બિહારનાં IT મંત્રી જીવેશ મિશ્રા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ સ્મૃતિ રૂપે “સ્ટેચ્યુ ઓફ યુનિટી”ની પ્રતિકૃતિ ભેટ આપીને મંત્રી જીવેશ મિશ્રાનું સ્વાગત કર્યું હતું. જ્યારે મંત્રી જીવેશ મિશ્રાએ મુખ્યમંત્રીનું બિહારની પરંપરાગત શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું. IT મંત્રી જીવેશ મિશ્રાએ મુખ્યમંત્રી નિવાસસ્થાને ‘સીએમ ડેશબોર્ડ’ની મુલાકાત કરીને કામગીરીને પ્રત્યક્ષ નિહાળી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
