Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં આજે કોરોનાનાં 36 નવા કેસ નોંધાયા, 61 દર્દીઓ સાજા થયા

Live TV

X
  • રાજ્યમાં ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાનાં કેસમાં સામાન્ય વધારો થયો છે. રાજ્યમાં આજે કોરોનાનાં નવા 36 કેસ નોંધાયા છે. જ્યારે 61 દર્દી સાજા થયા છે. આજે પણ કોરોનાનાં કારણે એક પણ વ્યક્તિનું મૃત્યુ નથી થયું. કોરોનાનાં કેસની વિગતે વાત કરીએ તો અમદાવાદમાં 8, સુરતમાં 7, વડોદરામાં 4, નર્મદામાં 4, જુનાગઢમાં 2, રાજકોટમાં 2, ભાવનગર, ગાંધીનગર, આણંદ, જામનગરમાં એક-એક કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 3 લાખ 55 હજાર 953 લોકોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ રાજ્યમાં કુલ 3 કરોડ 10 લાખ 11 હજાર 525 લોકોનું કોરોના રસીકરણ પૂર્ણ થયું છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 8 લાખ 14 હજાર 223 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.74 ટકા થયો છે તો અત્યારે રાજ્યમાં કોરોનાનાં કુલ 345 એક્ટિવ કેસ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply