Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં 24 જુલાઈથી સાર્વત્રિક વરસાદની સંભાવના

Live TV

X
  • ભારતીય હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આજે 24 જુલાઈથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની સંભાવના છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 25 જુલાઈએ ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રનાં ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, દિવ, દમણ, દાદરા નગર હવેલી તેમ જ કચ્છમાં વરસાદની સંભાવના છે. 

    25, 26 અને 27 જુલાઈએ કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમ જ દમણ-દાદરાનગર હવેલીમાં વરસાદની શક્યતા છે. 28 જુલાઈએ પણ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તેમ જ દાહોદ, ખેડા, પંચમહાલ, આણંદ અને કચ્છમાં વરસાદ પડી શકે છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply