Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય કરાઓકે વર્ચ્યુઅલ સ્પર્ધામાં જામનગરની 8 વર્ષીય બાળકી બીજા ક્રમે વિજેતા

Live TV

X
  • કોરોના કાળમાં અનેક બાળકોની પ્રતિભા ખીલીને બહાર આવી છે. તેવું જ એક ઉદાહરણ જામનગરમાં ઘોરણ - 3 માં અભ્યાસ કરતી 8 વર્ષની બાળકી કાવ્યા જોશીનું છે, જેણે રાષ્ટ્રીય ખાનગી સ્પર્ઘામાં ભાગ લઇ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગાયન સ્પર્ધામાં દ્વિતિય નંબર મેળવી જામનગર જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. સુરત શહેરની શાળા દ્વારા બાળકોમાં રહેલી સંગીત પ્રતિભાને ઉજાગર કરવાના હેતુથી રાષ્ટ્રીય કક્ષાએ ઓનલાઇન ગાયન સ્પર્ઘા KARAOKE CONTEST-2021 નું વર્ચ્યુઅલ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ભારતમાંથી અનેક શાળાઓએ ભાગ લીધો હતો. જે અંતર્ગત જામનગરની રાઘિકા એજયુકેર સ્કુલ પણ આ સ્પર્ઘામાં સામેલ હતી. રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ઘામાં 8 વર્ષની કાવ્યા જીજ્ઞેશભાઇ જોશીને દ્વિતિય નંબર મેળવવા બદલ સુરતની જી ડી ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા એવોર્ડ તેમજ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply