Skip to main content
Settings Settings for Dark

અંકલેશ્વર GIDCના અવસર એન્ટરપ્રાઇઝમાંથી 250 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Live TV

X
  • અંકલેશ્વર GIDCમાંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે. સુરત અને ભરૂચ એસઓજી પોલીસે મોડી રાત્રે સંયુક્ત ઓપરેશનમાં અવસર એન્ટરપ્રાઇઝમાંથી 250 કરોડનું શંકાસ્પદ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસે 14.10 લાખનું 141 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું છે. અન્ય 427 કિલો ડ્રગ્સનો જથ્થો હાલ ચકાસણી અર્થે એફએસએલમાં મોકલી આપ્યો છે. પોલીસે કંપની સંચાલક વિશાલ પટેલ સહિત અન્ય 2 આરોપીની પણ ધરપકડ કરી છે. જ્યારે કંપનીનો માલિક વિદેશમાં રહેતો હોવાની વિગતો મળી રહી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાંથી 13મી ઓક્ટબરે આવકાર ડ્રગ્સ નામની ફેક્ટરીમાંથી 5,000 કરોડનું 518 કિલો કોકેન ઝડપાયું હતું. ત્યારે હવે આવકાર ફેક્ટરીથી માત્ર દોઢ કિલોમીટર દૂર અવસર ફેક્ટરીમાંથી 250 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે.

    સુરતમાં 2100 ગ્રામ ડ્રગ્સ સાથે 3ની ધરપકડ જો કે આ ડ્રગ્સ ઝડપાવાની લિંક સુરતના વેલંજામાંથી મળી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચે વેલંજામાંથી 2 કરોડનું 2100 ગ્રામ એમ.ડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું અને ત્રણ લોકોની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તેઓએ આ જથ્થો અંકલેશ્વરથી લઈને આવ્યા હતા. જેથી તપાસમાં અંકલેશ્વર લિંક બહાર આવતા પોલીસ ત્યાં પણ તપાસ કરી હતી. આમ અંકલેશ્વરમાં તપાસ કરતા અવસર એન્ટરપ્રાઈઝમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું.

    સુરત ક્રાઈમ બ્રાન્ચ, ગ્રામ્ય એસઓજી દ્વારા સંયુક્ત ઓપરેશન કરી મોટી માત્રામાં એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અંકલેશ્વરથી સ્કોડા કાર નંબર GJ 16 DK 3299માં ડ્રગ્સનો જથ્થો લઈને જઈ રહ્યા હતા. જેની જાણકારી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. પોલીસે રાજ હોટલથી વેલંજા તરફ જતા રોડ પરથી કારને ઝડપી પાડી હતી.

    સ્કોડા કારમાંથી મોન્ટુ પટેલ, વિરાટ પટેલ અને વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેમની પાસેથી 2100 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજો કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ પણ મળી આવ્યા હતા.

    આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતએ જણાવ્યું હતું કે, સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચની ઘણા દિવસોથી અલગ અલગ પ્રકારના ડ્રગ્સના રેકેટ અને કાર્ટેલ્સ તેમજ ડ્રગ્સ સપ્લાય કરનાર લોકો ઉપર નજર હતી. ઘણા બધા કેસ કરવામાં આવ્યા છે. અમે આ કેસમાં લિંક શોધી રહ્યા હતા. ક્યાંથી કઈ કાર્ટેલ કામ કરે છે, કઈ રીતે બનાવે છે, ક્યાં સપ્લાય કરવામાં આવે છે. એના ભાગરૂપે સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી. સુરત ગ્રામ્યના વેલંજા ગામથી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. બે કિલોથી પણ વધુ એમડી ડ્રગ્સના જથ્થા કબજે કરાયો છે.જ્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં પોલીસની મદદથી ત્યાં પણ અત્યારે અમે સર્ચ કર્યું હતું. અમને કેટલોક મુદ્દામાલ મળી આવ્યો છે. તેના આધારે એફએસએલના ચકાસણી કરવામાં આવશે કે તે ક્યા સ્ટેજમાં છે, કારણ કે ડ્રગ્સ બનાવવાના ચાર સ્ટેજ હોય છે.

    આ મામલે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત અને સુરત પોલીસ ડ્રગ્સની સામે અભિયાન નહીં પરંતુ એક જંગ લડી રહી છે. આ જંગને આગળ વધારતાસુરત પોલીસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 2100 ગ્રામ ડ્રગ્સ પકડવામાં સફળતા મળી છે. સુરત જિલ્લામાંથી ડ્રગ પકડ્યા બાદ એનો રેલો ભરૂચ જિલ્લા સુધી પહોંચી છે જ્યાં ઓપરેશન ચાલુછે. સુરત પોલીસ દ્વારા કામગીરી ખૂબ જ સફળતાપૂર્વક પારપાડવામાં આવી છે. ઘણા દિવસોથી સુરત પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી રહી હતી.

    ડ્રગ્સ માફિયાઓ હવે નાની કંપનીઓમાં ઓર્ડર આપી માદક દ્રવ્યો બનાવડાવતા હોવાનું લાગી રહ્યું છે. દિવાળી તથા નવા વર્ષના તહેવારો આવી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધી આ ડ્રગ્સ મોકલવાની માફિયાઓની તૈયારી હતી. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ઍસોસિયેશન પણ હવે જોબવર્કથી કૅમિકલ બનાવી આપતી કંપનીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારીઓ કરી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply