Skip to main content
Settings Settings for Dark

પાટણઃ સાયન્સ સેન્ટર 10.50 લાખ પ્રવાસીઓએ નિહાળ્યું

Live TV

X
  • ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોષ્ટ) દ્વારા પાટણ, રાજકોટ ભાવનગર અને ભુજ ચાર સ્થળો ઉપર રીજીયોનલ સાયન્સ સેન્ટર બનાવી વિજ્ઞાન અને ટેકનોલોજી ના પ્રચાર પ્રસાર માટે 2022 થી પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં પાટણમાં ચોરમાર પૂરા ખાતે 10 એકર જમીનમાં અંદાજે 100 કરોડ ના ખર્ચે બનેલ સાયન્સ સેન્ટર 1 મે 2022 થી શરૂ થયું હતું. રાજ્યના અન્ય ત્રણ સેન્ટરોની પ્રવાસીઓની સંખ્યા સામે પાટણ સાયન્સ સેન્ટરમાં બે વર્ષને 5 મહિનાની અંદર ગુજરાત સહિત દેશભર માંથી અને વિદેશી પ્રવાસીઓ પણ તેને નિહાળવા માટે મોટી સંખ્યામાં આવતા વાર્ષિક સરેરાશ 4 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લેતા 2024 ઓક્ટોબર સુધીમાં કુલ 10.50 લાખથી વધુ પ્રવાસીઓની મુલાકાતની સંખ્યા સાથે રાજ્યભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે.સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે સેન્ટરમાં મુલાકાત માટે આવતા પ્રવાસીઓને સ્ટાફ દ્વારા આવેલી પાંચે ગેલેરીઓની સંપૂર્ણ સરળ ભાષામાં સમજૂતી સાથે કોઈપણ અગવડ ના પડે તેની તકેદારી રાખવામાં આવે છે. પાંચ વૈજ્ઞાનિક ગેલેરી, 5-ડી થિએટર,સનડાયલ, જીવંત ડાયનાસોર સાથેનો ગાર્ડન અને ડાયનાસોર રાઇડ બાળકો સહિત આવનાર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply