અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, યાત્રાળુઓ માટે સુવિધાયુક્ત ડૉમની વ્યવસ્થા
Live TV
-
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મેળા અંગે તડામાર તૈયારીઓ કરવામાં આવી.
અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે. આ વર્ષે આજથી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજનાર આ ભવ્ય મેળામાં અંદાજે 40 લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે. જેને પગલે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મેળા અંગે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. મેળામાં આ વર્ષે દિવ્ય અને અદ્ભુત લાઇટિંગ થશે અને ચોતરફ માતાજીનો ઝળહળાટ જોવા મળશે.
યાત્રાળુઓ માટે સુવિધા
યાત્રાળુઓને આરામ માટે વિવિધ સ્થળો ઉપર વિશાળ સુવિધાયુક્ત ડૉમની વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રાળુઓ માટે પાણી, શૌચાલય, સ્વચ્છતા તથા આશ્રય સ્થાનોની સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આરોગ્યની બાબતને ધ્યાનમાં રાખીને અંબાજીના આસપાસના વિસ્તારોમાં વિશેષ 108ની એમ્બ્યુલન્સ, પુરતા પ્રમાણમાં દવા અને તબીબી સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે. 11 રુટ પર 108ની એમ્બ્યુલન્સ હાજર રહેશે. આ સાથે તમામને પોતાના પોઇન્ટ ન છોડવા માટે તાકીદ કરવામાં આવી છે.
