મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે ખેલ મહાકુંભ 2.0 "Registration Curtain Raiser” સમારંભ યોજાશે
Live TV
-
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને આજે સાંજે 4.30 કલાકે ખેલ મહાકુંભ 2.0 "Registration Curtain Raiser” સમારંભ યોજાશે. શ્રી શક્તિ ગ્રીન્સ એન્ડ કન્વેન્શન સેન્ટર, વૈષ્ણોદેવી, અમદાવાદ ખાતે યોજાનાર આ સમારંભમાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે. ખેલ મહાકુંભની સફળતા બાદ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગતની કચેરી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ 2.0 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
