Skip to main content
Settings Settings for Dark

અંબાજીમાં આસો નવરાત્રિનો થયો પ્રારંભ, પ્રથમ નોરતે જ ચાચરચોકમાં ગરબાની રમઝટ જામી

Live TV

X
  • શક્તિપીઠ અંબાજી ધામમાં આસો નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે પ્રથમ વખત મહીલાઓની ગરીમા જાળવવા માટે મહિલા અને પુરુષો અલગ-અલગ ગરબા રમે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

    શક્તિપીઠ અંબાજી ધામમાં આસો નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે પ્રથમ વખત મહીલાઓની ગરીમા જાળવવા માટે મહિલા અને પુરુષો અલગ-અલગ ગરબા રમે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. 

    આજે ગરબાની શરૂઆત થતાં ચોકમાં મહિલા ખેલૈયાઓથી  ચાચર ચોક ગજવ્યું હતું અને ખૂબ જ હર્ષ ઉલ્લાસ થી મહીલાઓ ગરબા રમતા નજરે પડી હતી. પ્રથમ નોરતે જ ચાચરચોકમાં ઝાકમઝોળ ગરબા જામ્યા હતા. મોટી સંખ્યામાં બહારથી આવેલા શ્રદ્ધાળુઓ સૂરના તાલે ગરબા રમતા જોવા મળ્યા હતા જાણે તમામ વસ્તુઓ ભૂલીને માત્ર માતાજીની આરાધના કરવા ગરબા રમતા હોય તેવી રીતે મહિલા ખેલૈયાઓ આજે હિલોળે ચડી હતી.

    આજે પ્રથમ દિવસે માતાજીના ચાચર ચોકમાં પણ મોટી સંખ્યામાં મહિલાઓ ગરબે રમતા જોવા નજરે જોવા મળી હતી. જ્યારે અમારી ટીમ એ આ મહિલા અને પુરુષોને અલગ કરી મહિલાઓની ગરિમમાં જાળવવા માટેનો જે પ્રયાસ કરાયો છે તે બાબતે મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો. જ્યાં મહિલા ખેલૈયાઓએ જણાવ્યું હતું કે. મહિલાની ગરિમા જાળવવા માટે વહીવટી તંત્રનો યોગ્ય છે પણ સાથે એટલું પણ જણાવ્યું હતું જે પરિવાર સાથે આવેલા હોય તેમને ચાચર ચોકમા છૂટ આપવી જોઈએ અથવા ચાચર ચોકમાં જ પુરુષને પણ ગરબા રમવાની અલાયદી વ્યવસ્થા કરવી જોઈએ તેવી માંગ મહિલા ખેલૈયો દ્વારા કરવામાં આવી હતી.

    અમે જ્યારે પુરુષ ખેલૈયાઓનો મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો. જેમાં પુરુષોએ જણાવ્યું કે, જે વહીવટી તંત્રએ મહિલાઓની ગરિમા જાળવવા માટેનો પ્રયાસ કર્યો છે તે પ્રયાસ યોગ્ય છે પણ આ પ્રયાસને થોડા પ્રેક્ટીકલ બનીને ચાચર ચોકમાં મહિલાઓ માટે અલગ કોરીડોર બનાવી અને મહિલાઓએ કોરીડોરમાં રમે અને પુરુષો કોરીડોર બહાર ગરબા રમે તેવી વ્યવસ્થા કરવા ઈચ્છા વ્યક્ત કરી હતી. આજે મોટી સંખ્યામાં દૂર દૂરથી આવેલા પુરુષ ખેલૈયાઓમાં ભારે નિરાશા સાંપડી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply