કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કુળદેવી બહુચર માતાજીની આરતી ઉતારી પૂજા - અર્ચના કરી
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રીના પ્રથમ દિવસે માણસામાં આવેલા પોતાના કુળદેવી બહુચર માતાજીના મંદિરે દર્શન કરવા પહોચ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રીના પ્રથમ દિવસે માણસામાં આવેલા પોતાના કુળદેવી બહુચર માતાજીના મંદિરે દર્શન કરવા પહોચ્યા હતા. અમિત શાહે તેમના કુળદેવી માતાજીની આરતી ઉતારી પૂજા - અર્ચના કરી હતી.
આ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ગાંધીનગર જિલ્લાના સમૌ ગામે રૂપિયા બે કરોડના ખર્ચે નવનિર્મિત પુસ્તકાલય અને શહીદ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું. આ પહેલા અમિત શાહે અમદાવાદના દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય કૌશિક જૈનનાં જનસંપર્ક ઇ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદના સાંસદો, ધારાસભ્યો અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રીએ ગાંધીનગર તાલુકાના ઉનાવા ગામે પ્રચલિત શેરી ગરબાના આયોજકોનો ઉત્સાહ વધારવા વિશેષ મુલાકાત લીધી હતી. સાથે જ ગામમાં આવેલ વિદ્યાર્થી આશ્રમ શાળા કે જે હાલ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે તેની મુલાકાત લઈ વિશાળ જનમેદની મળ્યા હતા.
