Skip to main content
Settings Settings for Dark

ચોમાસુ વેકેશન પૂર્ણ થતા આજથી સાસણ ગીર અભ્યારણ્ય સિંહ દર્શન માટે ખુલ્લુ મુકાયું

Live TV

X
  • દેશ વિદેશમાં પ્રખ્યાત એવા એશિયાટિક સિંહોના ઘર ગણાતા સાસણ ગીરમાં ચોમાસુ વેકેશન પૂર્ણ થતા આજથી સાસણ ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

    દેશ વિદેશમાં પ્રખ્યાત એવા એશિયાટિક સિંહોના ઘર ગણાતા સાસણ ગીરમાં ચોમાસુ વેકેશન પૂર્ણ થતા આજથી સાસણ ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ વર્ષથી વન વિભાગ દ્વારા અહી આવતા પર્યટકો માટે અનેક સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે અને જીપ્સી ની જગ્યાએ નવા મોડીફાઇડ વાહનો મૂકવામાં આવશે. 

    જ્યારે ગત વર્ષે સાસણ, આંબરડી, અને દેવળિયામાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક ૮ લાખ કરતા વધુ પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યા હતા, ત્યારે આજે સાસણ ગીર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલી રહ્યું છે, જેમાં અહી આવનારા પ્રવાસીઓની સુવિધામાં ઘણો બધો વધારો કરવામાં આવ્યો છે. આજથી સફારી પાર્કમાં નવી મોડીફાઈડ થયેલી ૫૦ થી વધુ સફારી ગાડીઓ મુકવામાં આવશે. જેમાં અલગ અલગ કેટેગરી હશે જેમાં ૪, ૬ અને ૮ સીટર મોડીફાઈ વાહનો મુકવામાં આવશે જે જિપ્સીઓમાં માલિકો દ્વારા સહકારથી આ કામગીરી શરુ કરવામાં આવી છે.

    સાસણમાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે જેમાં વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે ત્યારે અત્યાર સુધી સાસણમાં ગુજરાતી ગાઈડની ફેસેલીટી જ હતી જેમાં પણ વધારો કરીને અપગ્રેડ કરવામાં આવ્યું છે અને હવે ગુજરાતી ગાઈડની સાથે હિન્દી અને અંગ્રેજી ગાઈડની પણ વ્યવસ્થા કરવા માટે મંજુરી પ્રક્રિયા ચાલી રહી છે. પ્રક્રિયા બાદ અન્ય રાજ્યો તેમજ વિદેશથી આવતા પર્યટકો માટે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરી શકાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply