Skip to main content
Settings Settings for Dark

અંબાજીમાં જામ્યો ભાદરવી પૂનમનો મેળો, 5.88 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા મા અંબાના દર્શન

Live TV

X
  • સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમથી મિનિકુંભનો માહોલ સર્જાયો છે.

    સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમથી મિનિકુંભનો માહોલ સર્જાયો છે. અંબાજીમાં ત્રીજા દિવસ સુધીમાં 5.88 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા હતા. મંદિર ટ્રસ્ટના વિવિધ પ્રસાદ કેન્દ્રો ઉપર 3 લાખથી વધુ પ્રસાદના પેકેટોનું વેચાણ થયું હતું. ત્રીજા દિવસે અંબાજી મંદિરમાં દાન ભેટની આવક રૂપિયા 74.19 લાખ નોંધાઈ હતી. ગઈકાલે મંદિરના શિખરે 526 જેટલી ધજાઓ ચઢી હતી. ત્યારે રેન્જ આઇજી જે. આર. મોથલિયા પણ 75 કિલોમીટર લાંબી પદયાત્રા કરી અંબાજી પહોંચ્યા હતા અને પરિવાર સાથે અંબાજી મંદિરે ધજા ચઢાવી હતી.

    અંબાજી મેળામાં લાખો યાત્રાળુઓ મા અંબાના દર્શનાર્થે આવી રહ્યા છે. ત્યારે આ યાત્રાળુઓની સુખ, સુવિધા, સલામતી માટે પોલીસતંત્ર રાત દિવસ ખડેપગે કામગીરી કરી રહ્યું છે. અંબાજીમાં 20 નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી, 54 પોલીસ ઇન્સપેકટર, 150 પોલીસ સબ ઇન્સપેકટર સહિત 6500 પોલીસ જવાનો રાત દિવસ ખડેપગે કામગીરી કરી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply