સ્ટેચ્યુ ઓફ યુનિટી ગાંધી જયંતિ, ગુરૂનાનક જયંતિ અને નાતાલના દિવસે પણ પ્રવાસીઓ માટે ખુલ્લુ રહેશે
Live TV
-
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગાંધી જયંતિ, ગુરૂનાનક જયંતિ અને નાતાલના દિવસે પ્રવાસીઓ માટે ચાલુ રાખવા નિર્ણય લેવાયો છે.
નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગાંધી જયંતિ, ગુરૂનાનક જયંતિ અને નાતાલના દિવસે પ્રવાસીઓ માટે ચાલુ રાખવા નિર્ણય લેવાયો છે. આ જાહેર રજા 2 ઓકટોબર, 27 નવેમ્બર અને 25 ડિસેમ્બરે આવે છે. જે દિવસોમાં પ્રવાસીઓ પ્રવાસન સ્થળની મુલાકાત લઇ શકે તે માટે આ નિર્ણય લેવાયો છે.
સ્ટેચ્યુ ઑફ યુનિટીના અધિક કલેકટર ગોપાલ બામણીયાએ જણાવ્યુ હતું કે, પ્રવાસીઓ આ જાહેર રજાના દિવસોમા ઓનલાઇન બુકિંગ કરાવી શકશે અને એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ શકશે. તેઓએ કહ્યું હતું કે, ૩ ઓક્ટોબર, 28 નવેમ્બર અને 26 ડિસેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે.
