Skip to main content
Settings Settings for Dark

અંબાજીમાં ભક્તોની ભીડ જામી, 4 દિવસમાં 16.36 લાખ શ્રદ્ધાળુઓએ કર્યાં માઁ અંબાના દર્શન

Live TV

X
  • ભાદરવી પુનમના મેળાના ચોથા દિવસે લાલ દંડા સંઘે મા અંબાની ધામ પહોંચી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

    ભાદરવી પુનમના મેળાના ચોથા દિવસે લાલ દંડા સંઘે મા અંબાની ધામ પહોંચી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘો આવે છે, પરંતુ આ સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો લાલ ડંડા સંઘ છે. અમદાવાદથી નીકળતો આ સંઘ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે. છેલ્લા 190 વર્ષથી લાલ ડંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે.
    બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે 51 બ્રાહ્મમણો અને 450 જેટલા પદયાત્રીઓ સાથે નીકળતો આ લાલ દંડા સંઘ ભાદરવી પુનમના મેળામાં આવતા સંઘોમાં સૌથી મહત્વનો સંઘ ગણાય છે.
    ઉલ્લેખનીય છે કે મેળાના ચોથા દિવસે 6.48 લાખ શ્રદ્ધાળુઓએ, જ્યારે છેલ્લા ચાર દિવસમાં અંદાજે 16.36 લાખ શ્રદ્ધાળુઓએ માતાના દર્શન કર્યા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply