Skip to main content
Settings Settings for Dark

સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ આજે અને કાલે વિસર્જનને જોતા જિલ્લાના અનેક ભાગોમાં અલર્ટ જાહેર

Live TV

X
  • સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની સ્થિતિ બાદ આજે અને આવતીકાલે વિસર્જનને જોતા જિલ્લાના અનેક ભાગોમાં અલર્ટ જાહેર કરાયું છે. આજે ઇદે મિલાદ અને મંગળવારે ગણેશ વિસર્જનને જોતા, સુરત પોલીસ હાઇ અલર્ટ પર છે. જિલ્લામાં સીસીટીવી, ડ્રોન કેમેરા સાથે ચંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ, પોલીસ, સૈન્ય દળો, હોમગાર્ડ, ટીઆરબી, રેપિડ એક્શન ફોર્સ મળીને અંદાજે 15 હજારથી વધુ જવાનો વિસર્જન દરમિયાન તહેનાત કરાયા છે. આ પૂર્વે રવિવારે ભાગલ વિસ્તારમાં ઇદ અને ગણપતિ વિસર્જનને પગલે પોલીસે ફ્લેગ માર્ચ કર્યું હતું. આજે શહેરના 144 સ્થળોએ ઇદ જુલુસ નિકળવાના છે. આવતીકાલે 80 હાજરથી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાશે. જેને જોતા સુરત પોલીસે સોશિયલ મીડિયા પર અફવાઓના નિરીક્ષણથી માંડીને મુખ્ય માર્ગો પર સુરક્ષા વ્યવસ્થાની ખાસ તકેદારી લીધી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply