Skip to main content
Settings Settings for Dark

આવતીકાલે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે વડોદરા પોલીસે પૂરતો સલામતી બંદોબસ્ત કર્યો છે

Live TV

X
  • આવતીકાલે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે વડોદરા પોલિસે પૂરતો સલામતી બંદોબસ્ત કર્યો છે. વડોદરા મહાનગર પાલિકાએ આઠ કૃત્રિમ તળાવમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવાનું આયોજન કર્યું છે. આજે ઈદ એ મિલાદની ઉજવણી થશે, જ્યારે આવતી કાલે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થવાનું છે. આ બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે 3 હજાર 500 થી વધુનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં તૈનાત રહેશે. આ ઉપરાંત ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન અને કૃત્રિમ તળાવ પર વડોદરા શહેર પોલીસની સાથે સાથે રાષ્ટ્રીય અનામત દળ અને રાજ્ય અનામત દળ ના જવાનો પણ બંદોબસ્તમાં ઉપસ્થિત રહેશે. શહેરનાં સંવેદનશીલ વિસ્તારોમાં વિસર્જન પૂર્વે પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન થાય તે માટે ડ્રોન અને સીસીટીવી કેમેરા તેમજ બોડી વોર્ન કેમેરા દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે. દરમિયાન, ગઇ કાલે સાંસદ મુકેશભાઇ દલાલે ગણેશ મહોત્સવ સમિતિઓના આગેવાનો સાથે મળીને વિસર્જનના રૂટની મુલાકાત લીધી હતી. તેમણે ગણેશ ભક્તો પાસેથી મૂર્તિ વિસર્જન દરમિયાન નડતી સમસ્યા વિશે જાણકારી મેળવી સમસ્યાનું નિરાકરણની ખાતરી આપી હતી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મળીને આયોજકોની સમસ્યાઓને ઉકેલી હતી. તેમણે આયોજકોને શાંતિ અને સંયમ જાળવવા અને વહેલી સવારથી જ વિસર્જન શરૂ કરી દેવા માટે અપીલ કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply