Skip to main content
Settings Settings for Dark

અંબાજીમાં ભાદરવી પુનમના મેળાનો આજે આખરી દિવસ

Live TV

X
  • આજે અંબાજીના ભારદવી પુનમના મેળાનો આખરી દિવસ. બે વર્ષથી કોરોના મહમારીને કારણે તંત્ર દ્વારા તકેદારીના ભાગ રુપે ગુજરાતનો પ્રખ્યાત એવો અંબાજીનો મેળો ઉજવવામાં આવી રહ્યો ન હતો. જ્યારે ચાલુ વર્ષે કોરોનાની મહામારીમાં રાહતને કારણે સરકાર દ્વારા ભાદરવી પુનમના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ચાર દિવસથી ચાલતા આ મેળામાં લાખો ભક્તોએ તેનો લાભ લીધો છે. અંબાજીના આ મેળામાં  આ વર્ષે દૂરદૂરથી લાખોની સંખ્યામાં પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવ્યા હતા. મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોએ માં અંબેનો ભંડાર પણ દાનની રકમથી ભરી દીધો છે. અંબાજી મંદિરના ભંડારામાં યાત્રિકો દ્વારા મોટી સંખ્યામાં દાન દક્ષિણા માતાજીના ચરણોમાં ધરવામાં આવી છે.

    અંબાજી મેળામાં આવતા લોકોને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા પુરતા પગલા લેવામાં આવી રહેયા છે. તો આ તરફ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા પ્રસંગે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ અને સુરક્ષા દળના જવાનો પુરતી સંખ્યામાં તૈનાત કરાવામાં આવી છે. આ ઉપરાંત અંબાજીમાં યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્વિત કરવા પોલીસ ડ્રોન કેમેરા, બોડી વોર્ન કેમેરા અને CCTV કેમેરાથી વોચ રાખવામાં આવી રહી છે. કોઇપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અંબાજીના રૂટ પર ડોગ સ્ક્વોર્ડ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પથિક સોફ્ટવેર દ્વારા અંબાજી આવતા મુલાકાતીઓની પણ માહિતી રાખવામાં આવી રહી છે. આ મેળો સુખરૂપ સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા મેળા અગાઉથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
     તો આ તરફ ગુજરાત એસ.ટી. નીગમ દ્વારા પણ ગુજરાતના ખુણે ખુણેથી યાત્રાળુઓને લાવવા લઈજવા માટે વધારાની બસો દોડાવીમાં આવી રહી છે. એસ.ટી તંત્ર દ્વારા ખાસ અબાજીના મેળામાં જતા યાત્રીકો માટે વધારાની બસો દોડાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ આયોજન કરવા પાછળનું મુખ્ય કારણ યાત્રીકોને મેળા દરમ્યાન કોઈ જાતની તકલીફોનો સામનો ન કરવો પડે તેના માટે કરવામાં આવ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply