Skip to main content
Settings Settings for Dark

અંબાજીમાં ભાદરવી પૂનમને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

Live TV

X
  • અંબાજીમાં ભાદરવી પૂનમને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

    12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ભરાય છે. હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો પગપાળા માં ના દર્શને આવી રહ્યા છે‌‌. આ ભક્તોને કાયદો અને વ્યવસ્થામાં કોઈ અગવડ ન પડે તેમજ પોલીસ તેમની સહાયતા કરી શકે એ માટે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ દ્વારા અંબાજી મંદિર , અંબાજી ખાતે તથા આસપાસના વિસ્તારોમાં પોલીસ, હોમગાર્ડ નો બંદોબસ્ત ગોઠવાયો છે. તેમજ પોલીસ વડા દ્વારા  મોનિટરીંગ પણ થઈ રહ્યું છે. આ ઉપરાંત અંબાજી મંદિર અને અંબાજીના બજારોમાં સીસીટીવી કેમેરા ઉપરાંત પોલીસની બાજ નજર છે. પોલીસ વડા અક્ષય રાજ ના  જણાવ્યા મુજબ 9 સેક્ટર અને 22 ઝોન માં પોલીસ બંદોબસ્ત ઉપરાંત વૃદ્ધોને મહિલાઓની સહાયતા માટે એલસીબી એસઓજી ની ટીમ બનાવી છે. આ ઉપરાંત સી ટીમ પણ સેક્ટર 1 અને 2 માં ફરજ બજાવી રહી છે. વાહનોનું ટેકનિકલ ચેકિંગ થઈ રહ્યું છે. 67 જેટલા પોલીસ સહાયતા કેન્દ્રો ખોલાયા છે. ત્રણ લેયરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply