પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતની મુલાકાતે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ ગુજરાતની મુલાકાતે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ પર છે. ત્યારે અમદાવાદમાં પ્રધાનમંત્રીના આગમન અને તેમના કાર્યક્રમ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 16 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં સભાને સંબોધશે. જે માટે હાલ પુર જોશમાં, તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ પ્રધાનમંત્રીનો જન્મ દિન 17 સપ્ટેમ્બરના રોજ હોવાથી ગુજરાતના પનોતા પુત્રને આવકારવા માટે ગુજરાતવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પ્રધાનમંત્રી મોદી 16 સપ્ટેમ્બરના રોજ સવારે 09:45 કલાકે ગુજરાતના ગાંધીનગરમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. આ પછી, પ્રધાનમંત્રી સવારે 10:30 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ચોથી વૈશ્વિક રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ કોન્ફરન્સ અને એક્સ્પો (રી-ઇન્વેસ્ટર્સ)નું ઉદ્ઘાટન કરશે. બપોરે લગભગ 1:45 વાગ્યે, પ્રધાનમંત્રી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને વિભાગ-1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી કરશે. પ્રધાનમંત્રી બપોરે 3:30 વાગ્યે અમદાવાદમાં રૂ. 8,000 કરોડથી વધુના ખર્ચના અનેક વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
