Skip to main content
Settings Settings for Dark

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો થયો સંપન્ન, 32.54 લાખ ભક્તોએ કર્યા દર્શન

Live TV

X
  • વિશ્વ પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજીધામ ખાતે ભાદરવી પૂનમના મેળો સંપન્ન થયો. આ મેળામાં 32.54 લાખ શ્રદ્ધાળુઓએ અંબાજીમાં દર્શન કર્યા હતા. જેમાં 61 હજાર લોકોએ ઊડન ખટોલાનો લાભ લીધો હતો. ઉપરાંત 5 લાખ લોકોએ ST બસમાં મુસાફરી કરી હતી.

    અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં 3,134 ધજારોહણ કરવામાં આવ્યું હતું. 19 લાખ 89 હજાર પ્રસાદનાં પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.  2.66 કરોડ ભંડાર અને ગાદીની આવક થઈ. 5 લાખ 19 હજાર લોકોએ નિઃશુલ્ક ભોજન લીધું હતું. 504.670 ગ્રામ સોનાનું દાન મળ્યું હતું.

    મેળાના અંતિમ દીવસે અંબાજીના માર્ગો ઉપર 245 જેટલા કેમ્પ કરનાર સંચાલકોને સન્માનિત કરાયા હતાં. અંબાજી મેળાની સુગંધ દેશ ભરમાં ફેલાવનાર પ્રિન્ટ અને ઇલોક્ટ્રોનિક મીડિયા કર્મીઓને  સન્માન પત્ર આપવામાં આવ્યું હતું. 

    મહત્વનું છે આ વર્ષે ભાદરવી પૂનમે અંબાજીમાં ભક્તોની સંખ્યામાં ઘટાડો થયો છે. ગત વર્ષે 40 લાખ જેટલા માઈ ભક્તોએ દર્શન કર્યા હતા. ગત વર્ષે 6.89 કરોડની આવક થઈ હતી જ્યારે આ વર્ષે 2.66 કરોડની આવક થઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply