Skip to main content
Settings Settings for Dark

ફિલ્મ "સતરંગી રે" આગામી 20 સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં થશે રીલિઝ

Live TV

X
  • ગુજરાતી સમાજમાં યુવાનોના લગ્ન વખતે થતી અવનવી સમસ્યાઓ અને સમાજની માનસિકતાના સંબંધોની કથા કહેતી ફિલ્મ "સતરંગી રે" આગામી 20 સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં રીલિઝ થશે.

    આપણી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી દિવસેને દિવસે સફળતાના નવા સોપાનો સર કરી રહી છે અને દર અઠવાડિયે નવા નવા લેખક ડાયરેક્ટર અને પ્રોડ્યુસર્સ , નવા નવા વિષય સાથે  સામાજિક કથાઓ અને સારા સંદેશ સાથેની ફિલ્મ લાવતા રહે છે. 

    આ વખતે " સતરંગી રે.." નામની એક પારિવારિક ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મ જે મોટા શહેર અને નાના ગામડાના લોકોને પણ ગમે એવી છે. આ ફિલ્મના પ્રોડ્યુસર અને મુખ્ય પાત્રમાં રાજ બાસીરા છે અને બહુ જાણીતી અભિનેત્રી કથા પટેલ આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી છે.  ઘણી બધી ગુજરાતી ફિલ્મો લખી ચૂકેલા અને પાંચથી વધુ ફિલ્મોનું ડાયરેક્શન કરી ચૂકેલા એવા બોલીવુડના રાઈટર ડાયરેક્ટર અને ગીતકાર ઈર્શાદ દલાલ આ ફિલ્મના  રાઇટર અને ડાયરેક્ટર છે.  

    આ ફિલ્મના કલાકારો
    આ ફિલ્મ સાથે ભાવિની જાની, રાગી જાની, પ્રશાંત બારોટ, મેહુલ બૂચ, પૂજા સોની, જીગ્નેશ મોદી વગેરે ગુજરાતી ફિલ્મોનાં નામી કલાકારો પણ સંકળાયેલા છે.

    કથા પટેલે જણાવ્યું હતું કે, "આ ફિલ્મમાં મારો ઈન્ડિયન મોર્ડન ગર્લનો રોલ છે. જે નકારાત્મક રોલથી શરૂ થઈને એક પોઝિટિવ યુવતી તરીકેની  જીવન સફર કરી છે. 

    રાઈટર - ડાયરેક્ટર ઈર્શાદ દલાલે જણાવ્યું હતું કે, "આ ફિલ્મ સંપૂર્ણપણે પારિવારિક મનોરંજક ફિલ્મ છે. સંપૂર્ણપણે પારિવારિક કથા વસ્તુ અને યુવા વર્ગ સાથે બાળકો અને ઘરના વડીલોને હૃદય સ્પર્શે તેવી આ ફિલ્મ માત્ર મનોરંજન અને હસી મજાક પૂરતી મર્યાદિત નથી, તે  જીવનના સંઘર્ષમાં સફળ કેવી રીતે થવું તેની ગાથા દર્શાવે છે. 

    ફિલ્મનું શૂટિંગ રાજકોટથી શરૂ કરવામાં આવ્યું 
    આ ફિલ્મમાં સમાજના જટિલ પ્રશ્નો પ્રેમ, બ્રેકઅપ સામાજિક લાગણી અને જીવન સંઘર્ષમાં રસ્તા શોધવાની મહેનતને દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં  મનોરંજનના તમામ ઘટકો છે કે જે યુવા વર્ગથી લઈ મોટેરા અને વડીલો તમામને પસંદ પડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply