અંબાજી : ચૈત્રી નવરાત્રીના લીધે અંબાજી મંદિરના દર્શન અને આરતીનાં સમયમાં ફેરફાર કરાયો
Live TV
-
09 એપ્રીલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે.ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે આવતા હજારો દર્શનાર્થીઓ ને દર્શન આરતીનો લાભ સરળતાથી મળી રહે અને વધુ સમય માટે મળી રહે તેવા આશયથી અંબાજી મંદિરમાં વિક્રમ સંવતના નવા વર્ષથી એટલે કે 09 એપ્રીલને ચૈત્રી નવરાત્રીથી દર્શન આરતીનાં સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં અને નવરાત્રીના દિવસે ઘટ સ્થાપનનો પણ સમય નક્કી કરવામાં આવ્યો છે
જેમાં,
સવારે આરતીઃ- 07.00 થી 07.30ઘટ સ્થાપન સવારે - 9.15 થી 9.45
સવારે દર્શનઃ- 07.30 થી 11.30
બપોરે દર્શનઃ- 12.30 થી 16.30 સુધી
સાંજ ની આરતીઃ- 19.00 થી 19.30
જ્યારે સાંજે દર્શનઃ- 19.00 થી રાત્રી નાં 21.00 સુધી ખુલ્લા રહેશે.
ચૈત્ર સુદ આઠમ તારીખ 16 એપ્રીલના સવારે આરતી 6.00 કલાકે થશે અને
ચૈત્રી પુનમ તારીખ 23 એપ્રીલના સવારે આરતી 6.00 કલાકે થશે
જોકે આમતો વર્ષ દરમીયાન આસો અને ચૈત્રી આમ બે નવરાત્રીની મહત્વ હોય છે. ને આ વસંતીય ચૈત્રી નવરાત્રીને લઇ અંબાજીમાં યાત્રીકોની ભારે ભીડ રહેતી હોય છે. જેમાં લોકો પણ માતાજી નાં દર્શને ખાસ પધારી આરતી નો લ્હાવો લેતા હોય છે.