ચૂંટણીમાં પ્રચારને લઈને મુખ્યમંત્રી આજે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે
Live TV
-
લોકસભા ચૂંટણીમાં પ્રચારને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. સૌપ્રથમ થરાદમાં વિશાળ જાહેરસભાને સંબોધન કરશે. ત્યાર બાદ તેઓ ધાનેરામાં બૃહદ બેઠકમાં ઉપસ્થિત રહેશે અને ત્યાર બાદ બનાસકાંઠા જિલ્લાના સામાજિક અગ્રણીઓ સાથે સંવાદ કરશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગઈકાલે સાંજે અમદાવાદના થલતેજ, હેબતપુર તથા શીલજ વિસ્તારની વિવિધ સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે સંવાદ કર્યો હતો. ગાંધીનગર લોકસભામાં આવતા આ વિસ્તારમાં મુખ્યમંત્રીએ સૌને ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને ફરી વખત રેકોર્ડ બ્રેક લીડથી જીતાડવા માટે અપીલ કરી હતી. પોતાના સંવાદમાં તેમણે જણાવ્યું કે, આ વખતે ચૂંટણીનો મુખ્ય મુદ્દો વિકાસ છે. આજે ભારત તમામ ક્ષેત્રે વિકાસની હરણ ફાળ ભરી રહ્યું છે.