Skip to main content
Settings Settings for Dark

અંબાજી મંદિરમાં થતી આરતી હવે ત્રણ સમય કરવામાં આવશે

Live TV

X
  • યાત્રાધામ અંબાજી ખાતે સુર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થતા અંબાજી મંદિર માં આવતા યાત્રીકોની સગવડતા ખાતર નીજ મંદિરના દર્શન આરતીના સમયમાં  ફેરફાર કરવામાં આવ્યો છે.

    એટલુ જ નહી અંબાજી મંદિરમાં તારીખ 19 એપ્રિલ સોમવારના અખાત્રીજ થી સવાર સાંજ બે સમયે થતી આરતી હવે ત્રણ સમય કરવામાં આવશે. જેમા બપોરની આરતી વધારાની કરવામાં આવશે. માનવમાં આવે છે કે હાલની કાળ ઝાળ ગરમીમાં માતાજીને દિવસ દરમ્યાન ત્રણ સમય કપડાનો  શણગાર બદલાતા હોવાથી આરતી ત્રણ સમય કરવામાં આવશે એટલુ જ નહી યાત્રીકોની સુવિધા ખાતર માતાજીના સન્મુખ ધરાવવામાં આવતો અન્નકુટ પણ અષાઢી બીજ સુધી ધરાવવામાં આવશે નહી.  જે મંદિર સવારે 11.30 કલાકે બંધ થતુ હતુ તેના બદલે 10.45 કલાકે  બંધ થશે યાત્રીકો મંદિર માં સવારે માતાજી બાલ્યા અવસ્થા .બપોરે યૌવન અવસ્થા અને સાંજે પૌઢ અવસ્થાના દર્શન થશે તેમ મંદિરના મહારાજ જણાવ્યુ હતુ. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
apply