Skip to main content
Settings Settings for Dark

અંબાજી મંદિરમાં સંગીત નાટક અકાદમી દ્વારા બે દિવસીય શક્તિ મહોત્સવ ખુલ્લું મુકવામાં આવ્યુ

Live TV

X
  • ગુજરાતના અલગ અલગ મંદિરોમા હાલમાં ચૈત્રી નવરાત્રી પર્વ મનાવાઈ રહ્યો છે તે દરમિયાન સંગીત નાટક અકાદમી નવી દિલ્હી દ્વારા અંબાજી મંદિર ખાતે બે દિવસીય શક્તિ ઉત્સવ ખુલ્લું મુકાયું છે. જેને જીલ્લા વિકાસ અધિકારી, અધિક કલેક્ટર તથા સંગીત નાટક અકાદમી નાં અઘ્યક્ષ તેમજ જીલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના સહયોગથી શરૂ થયેલા આ કાર્યક્ર્મમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

    આજના દિવસે હિન્દુસ્તાની નૃત્ય, ઓડિશા નૃત્ય, ભવાઇ સહિતના અલગ અલગ કાર્યક્રમો યોજાયા હતા. અંબાજી મંદિરના વહીવટદાર, જીલ્લા વિકાસ અધિકારી, જોરાવરસિંહ જાદવ પ્રસિદ્ધ લેખક સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 

    આ પ્રસંગે પ્રસિધ્ધ લેખક જોરાવરસિંહ જાદવે લખેલી 101 મી પુસ્તકનુ વિમોચન પણ કરવામાં આવ્યું હતું સાથે ભક્તી આરાધનાની જુની પરંપરાને પુર્નજીવન કરવા સાથે જ્ઞાન અને ગમ્મતને સનાતન ધર્મના પ્રચાર પ્રસાર માટે આવા કાર્યક્રમ આયોજીત કરાતા હોવાનુ સંગીત નાટક અકાદમી સંગીત નાટક અકાદમી સંધ્યા કુરેચાએ જણાવ્યુ હતુ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply